ભલે પધાર્યા ! – ચંદ્રકાન્ત શેઠ

દરિયા લઈને આવ્યા છો તો ભલે પધાર્યા !
ડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા ! –
અહીં કાંટ ને ઝાંખર છે,
તપ્ત રેતની ચાદર છે,
…….. ઉજ્જડતાનાં મૂળ કાઢવા
…….. …….. વાદળ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા !
…….. …….. વાદળ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! –
નબળી આંખો, દૂબળી પાંખો,
ઘરનો દીવો જર્જર ઝાંખો !
…….. અંધકારનાં કુળ બાળવા
…….. …….. સૂરજ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા !
…….. …….. સૂરજ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! –
પર્ણો પીળાં, પગલાં ઢીલાં,
આસપાસના ચ્હેરા વ્હીલા !
…….. પ્રસન્નતાનાં પુષ્પ આપવા
…….. …….. વસંત સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા !
…….. …….. વસંત થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! –

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ભલે પધાર્યા ! – ચંદ્રકાન્ત શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.