ચાલીસ કર્યાં પૂરાં, ખાટાં મીઠાં, તૂરાં – આશા વીરેન્દ્ર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ આશાબેનનો (વલસાડ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428841137 સંપર્ક કરી શકો છો.]

લગ્નજીવનનાં ચાલીસ વર્ષો, કર્યાં અમે આજ પૂરાં,
થોડાં ખાટાં, થોડાં મીઠાં, ને વળી થોડાં તૂરાં.

એક કહે ‘હા’, એમાં બીજાની હોય જ મનાઈ
કદીક વળી બેઉ ‘હા’ કહે, એ તો કેવી કહો નવાઈ !

એક પલંગની આ બાજુ, બીજું પેલી તરફ સૂતાં
(પણ) આંખોમાં આવે ઝળઝળિયાં, ત્યારે એકમેકનાં લૂતાં.

એકને છૂટે પરસેવો ત્યારે બીજું થરથર ધ્રૂજે,
એ.સી. રાખવું ઑન કે ઑફ, એ પહેલી કોણ બૂજે ?

તૂતૂ-મૈંમૈં, ઝઘડા-ઝઘડી, એ પછીની શાંતિ મીઠી,
હુતો-હુતીની આ પરિભાષા, બીજે ક્યાંય છે દીઠી ?

ચાર ચાર દાયકા સાથે વિતાવવા, ખાવાના છે ખેલ ?
સુખ-શાંતિથી રહીએ હવે તો, ઝંઝટ બધી પડતી મેલ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ચાલીસ કર્યાં પૂરાં, ખાટાં મીઠાં, તૂરાં – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.