આકાશ – ચિનુ મોદી

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પુછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચાલીસ કર્યાં પૂરાં, ખાટાં મીઠાં, તૂરાં – આશા વીરેન્દ્ર
ગઝલ – અંકિત ત્રિવેદી Next »   

9 પ્રતિભાવો : આકાશ – ચિનુ મોદી

 1. Sudhir Patel says:

  ખૂબ સુંદર ચોટદાર અછાંદસ!
  સુધીર પટેલ.

 2. abha raithatha says:

  very nice imagination..

 3. abha raithatha says:

  very nice imagination…

 4. darshana says:

  sundar kavya…..

 5. devina says:

  very nice

 6. વાહ સરસ. ગુજરાતી પદ્યકારનો આધુનિક જીવન રીતિ અને ઉપકરણો સાથેનો આવો સીધો નાતો અને એ પણ કવિતાની કક્ષા સુધી પહોંચે એ બહુ ઓછું જોવા મળે છે. ખાસ આ વાતે આનંદ.

 7. parth shah says:

  અતિ ખુબ સુન્દર કાવ્ય

 8. Kishnani Mukesh says:

  સુન્દર કાવ્ય

 9. HETAL PANDYA says:

  સુન્દર કાવ્યે ચે…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.