ગઝલ – અંકિત ત્રિવેદી

ન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી…
જવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી…

ચલો દુનિયાના રસ્તે આપણી બાજુ વળી જઈએ,
નથી દુર્જન મળે એવા, ભલા પણ નહીં મળે ત્યાંથી…

સમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,
બધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી…

ન નકશા છે, ન રસ્તા છે, નથી પગલી, નથી કંઈ પણ,
રખડવાથી વધારે આવ-જા પણ નહીં મળે ત્યાંથી…

લખેલું ભૂંસી પાછો સાવ કોરી સ્લેટ જેવો થા,
વધારે આથી સારી નામના પણ નહીં મળે ત્યાંથી…


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આકાશ – ચિનુ મોદી
રીતુ નામની એક છોકરી – વર્ષા અડાલજા Next »   

8 પ્રતિભાવો : ગઝલ – અંકિત ત્રિવેદી

 1. bharat darji says:

  ન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી…
  જવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી…

  સુંદર રચના

 2. AVnik Vishwameet says:

  Very interestin Gazal, Ankitjee. I love to read gujarati gazal.
  Thanking you for such a messageful Gazal.

  Avnik Vishwameet

 3. darshana says:

  sari gazal….
  tmari gazlo priy 6e….
  tmaro aabhar..

 4. Tarjani says:

  સમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,
  બધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી… very very good…

 5. Mukesh Kishnani says:

  Sari rachnao aapva badal aabhar……sir

 6. DEEPAK says:

  i am a fan of your gazals.this is nice.

 7. Paumil Shah says:

  અંકિત ભાઈ, ખુબ જ સરસ આવિર્ભાવ . હીંદી માં રૂપાંતર કરો તો જરૂર થી જણાવજો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.