‘વિચારબિંદુ’ પુસ્તિકા હવે ઉપલબ્ધ છે ! – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

આજે ‘વિચારબિંદુ’ પુસ્તિકારૂપે આપની સમક્ષ મૂકતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ પુસ્તિકાની સર્જન પ્રક્રિયા અંગે કેટલીક વાતો આપની સાથે વહેંચવાનું મન થાય છે. આસપાસના જગતને નિહાળતાં જે કેટલાક વિચારો સ્ફૂર્યા તેને થોડા સમય અગાઉ ફેસબુક પર નિયમિત રીતે લખવાનું શરૂ કર્યું હતું. આ જ મૌલિક વિચારોને એક સાથે ‘વિચારબિંદુ’ શીર્ષક હેઠળ અહીં પ્રકાશિત કરવામાં આવ્યા. વાચકોએ તે વધાવ્યાં અને પુસ્તિકારૂપે મેળવવાની ઈચ્છા દર્શાવી. આખરે તે શક્ય બન્યું અને પુસ્તિકાનું પ્રકાશન થયું.

‘વિચારબિંદુ’ એ સુવાક્યો નથી. એ સામાજિક, અધ્યાત્મિક, રમૂજી તથા પ્રેરક વિચારોનો સંચય છે જે આપણને વધુ ચિંતન કરવા પ્રેરે છે. એમાં વેદના પણ છે અને સંવેદના પણ છે. આ પુસ્તિકાની વિશેષતા એ છે કે તેમાં ટેકનોલોજી આધારિત વિચારબિંદુઓ છે જે સાહિત્યક્ષેત્રે એક નવો પ્રયોગ છે. નવી પેઢી સરળતાથી સમજી શકે તેવી ભાષા સાથેની આ પુસ્તિકા સૌ કોઈને ‘ભેટ પુસ્તક’ રૂપે પણ આપી શકાય એ રીતે તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકાના કેટલાક વિચારબિંદુઓ અહીં એક ઝલક રૂપે આપની સમક્ષ રજૂ કરું છું.

[1] દીકરી જ્યારે ભણતી હોય ત્યારે માતાનો મોટાભાગનો સમય નોકરીમાં વ્યતિત થતો હોય. માતા જ્યારે નિવૃત્તિની નજીક હોય ત્યારે દીકરી કૉલેજ ભણવા માટે અન્યત્ર હોસ્ટેલમાં ગઈ હોય. આટલી વ્યસ્તતામાં જીવન જીવનારે યાદ રાખવું જોઈએ કે સંસ્કારનું વહન સંવાદથી થતું હોય છે. સંવાદ વિના વળી સંસ્કાર ક્યાંથી ? જે ઘરમાં સૌને પરસ્પર બેસીને વાત કરવાનો પણ સમય નથી એને તે ઘર કહેવું કે ચર્ચગેટનું સ્ટેશન ?

[2] બંધિયાર સ્થળ કરતાં ખુલ્લી જગ્યામાં મોબાઈલનું નેટવર્ક બરાબર પકડાય છે, એ રીતે બંધિયાર વિચારધારા ધરાવનાર વ્યક્તિ કરતાં મુક્ત મનનો માનવી ઈશ્વરીય સંકેતોને વધારે સારી રીતે ઝીલી શકે છે.

[3] વોશિંગ મશીન, ટીવી જેવા દરેક ઉપકરણો સાથે ‘User’s Manual’ આપવામાં આવે છે, જેથી તે ઉપકરણ બરાબર યોગ્ય રીતે વાપરી શકાય. આપણું સાહિત્ય એ આપણા આ જીવનનું ‘User’s Manual’ છે. એ વાંચ્યા વગર જ લોકો ગમે તેમ જીવ્યે જાય છે તેઓ જીવનને લાંબા ગાળે ઘણું મોટું નુકશાન પહોંચાડે છે. જે ઘરમાં વાંચન નથી, ત્યાં ભલે ગમે એટલી ભૌતિક પ્રગતિ હોય તો પણ એ ધૂળ બરાબર છે.

[4] ઘણા લોકોના મન ગામડાની કેડી જેવા નિર્જન એટલે કે શાંત અને વિચારમુક્ત હોય છે. બીજી તરફ ઘણા લોકોના મન અમદાવાદના સમીસાંજના ટ્રાફિક જેવા વિચારોથી ધમધમતા હોય છે. આખરે મનને કેવું બનાવવું એ આપણા હાથની વાત છે !

[5] મોટી હોટલો કે સંસ્થાઓમાં પાણીનો દુર્વ્યય અટકાવવા માટે ખાસ પ્રકારના નળ હોય છે. એ નળમાંથી અમુક નિશ્ચિત માત્રામાં પાણી આવે છે. અમુક સમય પછી તે બંધ થઈ જાય છે. જીવનમાં પૈસા કમાવવા માટેની આ આદર્શ પદ્ધતિ છે. જરૂરિયાત પૂરતું માણસે મેળવી લેવું. એ પછી પણ જો આવક ચાલુ રહે તો એનો ઉપયોગ નહીં, મોટે ભાગે દુર્વ્યય જ થતો હોય છે.

આ રીતે આ પુસ્તિકામાં કુલ 144 વિચારબિંદુઓનો સંચય કરવામાં આવ્યો છે. ક્યાંક તે એક વાક્યરૂપે પ્રસ્તુત થાય છે તો ક્યાંક એક ફકરારૂપે. આસપાસની દુનિયાને એક નવા દષ્ટિબિંદુથી જોવા માટે તે પ્રેરણારૂપ બની શકે છે. ખાસ કરીને અત્યંત વ્યસ્ત રહેતા લોકો ઓછું વાંચીને પણ આવા ટૂંકા લખાણોથી એક સાથે ઘણું બધું પામી શકે તે હેતુથી આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. હંમેશની જેમ પુસ્તિકાના પ્રકાશન માટે આર્થિક સહયોગ રીડગુજરાતીના વાચકો તરફથી પ્રાપ્ત થયો છે, જે માટે હું સૌનો ખૂબ આભારી છું. આ પુસ્તિકાના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક રીડગુજરાતીના ખર્ચ તેમજ આર્થિક નિર્વાહ માટે ઉપયોગી થવાની હોઈને આપ એકથી વધુ નકલ ખરીદશો તેવી ઈચ્છા સેવું છું.
.


હવે આ પુસ્તિકા કેવી રીતે મેળવી શકાશે, તેની વિગત નોંધી લેશો.

[1] જે વાચકમિત્રો વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા હશે, તેઓ ફોન પર (+91 9898064256) સંપર્ક કરીને રૂબરૂ મેળવી શકે છે.

[2] ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યાં આ પુસ્તિકા આપને કુરિયર દ્વારા મોકલવામાં આવશે. જે તે સ્થળ પ્રમાણે તેમાં આશરે 2-4 દિવસનો સમય લાગતો હોય છે. જો આપના ગામ કે શહેરમાં કુરિયરની વ્યવસ્થા ન હોય તો એ માટે આપે રીડગુજરાતીને ઈ-મેઈલ દ્વારા (shah_mrugesh@yahoo.com) જણાવવાનું રહેશે. એવા સંજોગોમાં આપને આ પુસ્તિકા બુકપોસ્ટ દ્વારા રવાના કરવામાં આવશે.

[3] અન્યત્ર વિશ્વમાં ગમે ત્યાં આ પુસ્તિકા સાદા એરમેલ દ્વારા મોકલવામાં આવશે, જે પ્રાપ્ત થતા આશરે 12-15 દિવસનો સમય લાગતો હોય છે.
.
પુસ્તિકાની કિંમત અને અન્ય વિગત :

[1] આ પુસ્તિકાની કિંમત રૂ. 25 છે. એક પુસ્તિકા મેળવવા માટે ગુજરાતમાં કુરિયર ચાર્જ રૂ. 10 છે, મુંબઈમાં રૂ. 20 છે અને તે સિવાય ભારતમાં અન્યત્ર ગમે ત્યાં રૂ. 25 છે. વધુ પ્રત માટે આ ચાર્જ ઘટી શકે છે આથી ભારતમાં આ પુસ્તિકા મેળવવા ઈચ્છનારે સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. ત્યારબાદ અમે આપને કુરિયર ચાર્જ સાથેની કુલ વિગત ઈ-મેઈલ કરીશું અને તે પછી આપે તે પ્રમાણે રકમ ચુકવવાની રહેશે. ( Third-Party Cash deposit નો ચાર્જ લાગતો હોવાથી કૃપયા સાઈટ પર આપેલા બેન્ક ખાતામાં રોકડ રકમ જમા કરશો નહીં. )

[2] પરદેશમાં આ એક પુસ્તિકા USD $ 3 માં ઉપલબ્ધ છે, જેમાં એરમેલ ચાર્જ અને ઓનલાઈન ખરીદીના ચાર્જનો પણ સમાવેશ થાય છે. આપ એકથી વધુ પ્રત પણ સરળતાથી મંગાવી શકો છો.

[3] આ પુસ્તિકાના કુલ પાન : 144 છે.
.
પુસ્તિકા મેળવવા માટે લિન્ક :

[1] ભારતમાં આ પુસ્તિકા મેળવવા ઈચ્છનાર વાચકમિત્રો કૃપયા આ લિન્ક પર ક્લિક કરો : Click Here

[2] અન્યત્ર વિશ્વમાં ગમે ત્યાં આ પુસ્તિકા મેળવવા ઈચ્છનાર વાચકમિત્રો કૃપયા અહીંયા ક્લિક કરો : Click Here

આ પુસ્તિકા અંગે કંઈ પણ પૂછપરછ કરવી હોય તો આપ મારો shah_mrugesh@yahoo.com અથવા આ નંબર પર +91 9898064256 સંપર્ક કરી શકો છો.

Leave a Reply to Kazimraza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

35 thoughts on “‘વિચારબિંદુ’ પુસ્તિકા હવે ઉપલબ્ધ છે ! – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.