બોલચાલમાં – પ્રફુલ્લ નાણાવટી

ફૂટી જશે એ વાત અચૂક આજકાલમાં
એણે સુગંધી પત્ર બીડ્યો છે ટપાલમાં

શબ્દો ઊણા ઊતરશે મને શક છે એટલે
મેં જાળવ્યું છે મૌન પ્રથમથી સવાલમાં.

અધવચ નહિ તો કોઈ અચાનક ઊઠે નહિ
મારી જ કૈંક ભૂલ હશે બોલચાલમાં.

એમાં કદાચ રંગ હૃદયનો ભળ્યો હશે
બાકી ન હોય આટલી રંગત ગુલાલમાં.

આગળ નહિ જવાય હવે એના ઘર સુધી
આડશ ઊભી થઈ છે બધે હાલચાલમાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાધો – હરીશ મીનાશ્રુ
મોંસૂઝણું – મંગળ રાઠોડ Next »   

4 પ્રતિભાવો : બોલચાલમાં – પ્રફુલ્લ નાણાવટી

 1. bhumika says:

  સુંદર રચના!
  અધવચ નહિ તો કોઈ અચાનક ઊઠે નહિ
  મારી જ કૈંક ભૂલ હશે બોલચાલમાં.

 2. jigna trivedi says:

  સુંદર ગઝલ.

 3. p j paandya says:

  સરસ ક્રુતિ

 4. DHIREN AVASHIA says:

  praful bhai mari gnati na.
  mara najik na vadil,
  nakki rangat bhali chhe rhudayani
  baki gulal ma aatli rangat hoi?

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.