બોલચાલમાં – પ્રફુલ્લ નાણાવટી

ફૂટી જશે એ વાત અચૂક આજકાલમાં
એણે સુગંધી પત્ર બીડ્યો છે ટપાલમાં

શબ્દો ઊણા ઊતરશે મને શક છે એટલે
મેં જાળવ્યું છે મૌન પ્રથમથી સવાલમાં.

અધવચ નહિ તો કોઈ અચાનક ઊઠે નહિ
મારી જ કૈંક ભૂલ હશે બોલચાલમાં.

એમાં કદાચ રંગ હૃદયનો ભળ્યો હશે
બાકી ન હોય આટલી રંગત ગુલાલમાં.

આગળ નહિ જવાય હવે એના ઘર સુધી
આડશ ઊભી થઈ છે બધે હાલચાલમાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “બોલચાલમાં – પ્રફુલ્લ નાણાવટી”

Copy Protected by Chetan's WP-Copyprotect.