સાધો – હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી,
ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી;
એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા….. સાધો, હરિવરના હલકારા

ભાષા તો પળમાં જોગણ ને પળમાં ભયી સુહાગી,
શબદ એક અંતર ઝકઝોરે ગયાં અમે પણ જાગી;
જાગીને જોઉં તો જગત દિસે નહીં રે દોબારા….. સાધો, હરિવરના હલકારા

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કોડિયાનો ઉજાસ – અબ્બાસઅલી સૈયદ
બોલચાલમાં – પ્રફુલ્લ નાણાવટી Next »   

0 પ્રતિભાવ : સાધો – હરીશ મીનાશ્રુ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :