લોબાનમાં – ચંદ્રેશ મકવાણા

આવ જોઈ લઉં તને પણ છું હજી તો ભાનમાં
એક તું બાકી હતો આવી ગયો મેદાનમાં.

આ અવાજોના દલાલો કંઠ પણ કાપી ન લે
એ જ બીકે એક કોયલ ગાય છે વેરાનમાં.

હોય હિમ્મત આવ- મસળી નાખ હું ઊભો જ છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં.

એક નોંધારી નદીના શ્વાસ પર છૂરી મૂકી
લઈ લીધા છે એમણે સાતેય દરિયા બાનમાં.

બે’ક પંખી બે’ક ટહુકા એક હળવું ઝાપટું
ઝાડ શું માંગી શકે બીજું તો કંઈ વરદાનમાં ?

મેજ, બારી, બારણાં ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મોંસૂઝણું – મંગળ રાઠોડ
વીણેલી વાતો – બેપ્સી એન્જિનિયર Next »   

5 પ્રતિભાવો : લોબાનમાં – ચંદ્રેશ મકવાણા

 1. awesome gazal !!…

  how come no comments yet on this one !!

  બે’ક પંખી બે’ક ટહુકા એક હળવું ઝાપટું
  ઝાડ શું માંગી શકે બીજું તો કંઈ વરદાનમાં ?

  મેજ, બારી, બારણાં ધૂણવા જ માંડે આ ક્ષણે
  કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં.

  excellent ash’aar !!

 2. jigna trivedi says:

  ખુબ સરસ ગઝલ વાંચેી આનંદ થયો.

 3. Kalidas V. Patel { Vagosana } says:

  ચન્દ્રેશભાઈ,
  મમળાવવી ગમે તેવી મજાની ગઝલ આપી. આભાર. આવું લખતા રહેશો.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 4. V.A.Patel Dantali (Tampa,Fla.U.S.A> says:

  Chandreshbhai
  I read most of your gazals,and like most of them.Did you published any book or collection of gazals? If so please provide me information where i can get the book.
  excellent writing.
  Thank you

 5. Pranali Desai says:

  Chandreshbhai,

  Beautifully written. I had fun reading it.
  આ અવાજોના દલાલો કંઠ પણ કાપી ન લે
  એ જ બીકે એક કોયલ ગાય છે વેરાનમાં.
  My favorite lines.
  Thank you.

  Pranali

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.