રાત્રે
અંધારામાં
સૌ નિદ્રાધીન હોય છે ત્યારે
મોડી રાતે
અમારા ઘરની સામેનો
પીપળો
હસી પડે છે ખડખડાટ….
અવારનવાર.
તેનો અર્થ
હજી સુધી હું
સમજી શક્યો નથી.
જ્યારે સૌ કોઈની આંખો
બિડાયેલી હોય છે ત્યારે
મોગરાના ફૂલ જેવી ચાંદની
આભની અટારીએથી
તાકી રહે છે મને.
તેનું કારણ હજી સુધી મને
સમજાતું નથી.
હું રાત-મધરાત સુધી
જાગતો રહું છું
તારી સ્મૃતિઓમાં.
એટલે જ જોવા મળે છે મને
આકાશનો વૈભવ
અન્યથા !
પડખું ફરીને
ઊંઘી ગયો હોત મારા નામ પર.
ઊંઘ આવવાની થાય છે ત્યારે
મોંસૂઝણું થવામાં જ હોય છે !
પછી શી રીતે ઊંઘી શકું ?
2 thoughts on “મોંસૂઝણું – મંગળ રાઠોડ”
મંગળભાઈ,
કોઈની સ્મૃતિમાં મધરાત સુધી જાગવાના ફળ રૂપે આકાશનો વૈભવ જોવા મળે એ પણ નાની સૂની વાત નથી જ ને ? સરસ કલ્પનાઓ. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Maja avi gaya…
Uttam kalpana….