[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
બા, બિલાડી અને બારી
ત્રણેય ઊભાં છે
ઘડિયાલની બહાર.
બાએ સમય જોયો નહોતો કદી
તડકો, છાંયડો અને આભ
બસ હતાં એના માટે
બિલાડી તો
આવતી-જતી ક્ષણોની જેમ
વેળા-કવેળાએ પ્રવેશતી,
વહાલ કરી ચાલી જતી.
માત્ર રહી ગયો એનો સ્પર્શ
હરતો ફરતો આખેઆખા પંડમાં
બારી,
બતાવવા મથતી
રાત-દિવસ
ભર્યો ભર્યો અવકાશ.
હવે,
ભીંતે લટકતી છબિમાં બાનો મલકાટ,
ઘરમાં ચૂપચાપ પ્રવેશતી બિલાડીનો રવ,
ઘરને ‘ઘર’ બનાવતી બારીનો સદા જીવતો વાસ,
ત્રણેય રહ્યાં છે
એવાં ને એવાં જ અકબંધ
બાવનમી વર્ષગાંઠે પણ.
4 thoughts on “બાવનમી વર્ષગાંઠે – રાજેન્દ્ર પટેલ”
સુંદર
-બાએ સમય જોયો નહોતો કદી તડકો, છાંયડો અને આભ બસ હતાં એના માટે-
ખુબ જ સુંદર
very touchy,khuba sundar syncroof living and non-living things
Nice