ગુર્જરી ભાષા સવાઈ છે – ડૉ. વિરંચિ ત્રિવેદી

અનુભવથી કહું છું કે બધી ભાષા પરાઈ છે,
અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે.

હૃદયનો રંગ છે એમાં, અને છે લોહીનો પણ લય,
કરો એનું જ ગૌરવ તો, ભલા એમાં ભલાઈ છે.

ઘણી વેળા ખરી પડતાં પરાયાં જોઈને પીંછાં,
ખરું જોતાં અભિવ્યક્તિની ક્યાં એમાં સચ્ચાઈ છે ?

પરાઈ કોઈ ભાષાના, વરખ ખોટા લગાવો ના,
મધુરી માતૃભાષા બસ, અમારે મન મીઠાઈ છે.

થતી એની ઉપેક્ષામાં, વતનનો દ્રોહ સમજું છું
કરી ગૌરવ યશોગાથા, કવનમાં તો ગવાઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “ગુર્જરી ભાષા સવાઈ છે – ડૉ. વિરંચિ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.