કહાણી કહું કૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા

કહાણી કહું કૈયા,
સાંભળ મારા છૈયા;
છૈયે માંડ્યું હાટ,
ત્યાંથી નીકળ્યો ભાટ;

ભાટ ખોદાવે કૂઈ
ત્યાંથી નીકળ્યો સૂઈ;

સૂઈ સંચાવે દોરો,
ત્યાંથી નીકળ્યો વોરો;
વોરો ખાય દાળિયા,
કાઢે એટલા કાળિયા;
કાળિયા મેં વાડ્યે નાખ્યા,
વાડ્યે મને વેલો આપ્યો;
વેલો મેં ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યું;
દૂધ મેં મોરને પાયું
મોરે મને પીંછી આપી;
પીંછી મેં પાદશાહને આપી,
પાદશાહે મને ઘોડો આપ્યો;

ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી;
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી;
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડૂલો આપ્યો;
ઘડૂલો મેં માળીને આપ્યો,
માળીએ મને ફૂલ આપ્યાં;
ફૂલ મેં મા’દેવને ચડાવ્યાં,
મા’દેવે મને લાડવા આપ્યા.

એ લાડવા મેં, ભાઈએ, બહેને અને બાએ ખાધા. એક લાડવો વધ્યો તે કાકા માટે રાખ્યો હતો, તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એ દોસ્ત છે – રિષભ મહેતા
ગુર્જરી ભાષા સવાઈ છે – ડૉ. વિરંચિ ત્રિવેદી Next »   

7 પ્રતિભાવો : કહાણી કહું કૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા

 1. Balko mate potanu jivan kharchi denar “Balko ni muchali ma”vishe kaheva mate shabdo ocha pade

 2. devina says:

  baal geet gamyu

 3. prafulla joshi says:

  મજા પ્ડા ગિ.

 4. Neelam says:

  very nice balgit. Every grandma learn and teach to their grandchild

 5. Mehta Devyani & Vinodray says:

  અમને બધાને ગમ્યુ. બાલકોને ગવદાવેીશુ.

 6. sushma vadgama RAJKOT says:

  કવિતા મા આનન્દ આઑ

 7. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  જોડકણાં એ બાળઘડતરનું આવશ્યક અંગ છે. તેનાથી બાલમગજનો વિકાસ થાય છે તથા ભાર વગર યાદશક્તિ વધે છે. વળી તે ગેય હોય છે તેથી તે આસાનીથી યાદ રહી જાય છે. તેમાં સમાજને ઓળખવાની સમજ તથા સામાન્ય જ્ઞાન પણ ઠાંસીઠાંસીને ભરેલું હોય છે, જેથી બાળક સહજતાથી સામાજિક બનતો જાય છે. માતૃભાષામાં ગવાતાં આવાં જોડકણાંની તોલે ” અમ્ટી…ડમ્ટી … ” કેવી રીતે આવી શકે?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.