પ્રેમોદગાર – ભાસ્કર ભટ્ટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર]

સોએક વસંતો સૂતી છે, આ એકલ દોકલ નારીમાં.
એક ફૂલ સદા લહેરાવે છે, કંઈ લાલ હોઠની ક્યારીમાં,

પ્રેમ લીપેલી પાંપણ છે,
………………… તેથી તો પાંપણ કાળી છે,
ચાંદથી શીતળ નજરોમાં,
………………… એણે પૂનમને ભાળી છે,
વ્હાલપના મધના દરિયાઓ, ભારિયા છે નૈન અટારીમાં….

હાથ-હથેળી હૂંફ ભરી,
………………… શૈશવનું ભીનું હાલરડું,
છે ગોદ તો એની વ્હાલભરી
………………… એ નીંદ ભરેલું પાથરણું,
એ નથી કોઈની, સૌની છે, મા સૌની છે તે મારી છે…..

યાદ કરો જો અને તો,
………………… તે સુખની શીળી કાવડ છે,
કાન ધરો જો હૈયે તો,
………………… તે શુકનવંતા વાવડ છે,
દ્વાર બંધ હો પગરવ ટાણે, તો ડોકાશે બારીમાં…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પ્રેમોદગાર – ભાસ્કર ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.