સરખી છે – કિરીટ ગોસ્વામી

[‘યાદનું એક લીલું પાન’ પુસ્તકમાંથી સાભાર]

બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે
છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે

બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે
બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે

નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક
ચિતારો એક છે કિન્તુ બધી ક્યાં ભાત સરખી છે

તમારું મન ફક્ત બદલાય છે સુખમાં અને દુઃખમાં
દિવસે સરખા બધા છે ને અહીં સૌ રાત સરખી છે

તમે આંસુ વહાવો છો, અમે ગઝલો રચી જાશું
મળી છે ભાગ્યવશ જે બેઉને તે ઘાત સરખી છે


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શું થયું ? – આશા વીરેન્દ્ર
પ્રેમોદગાર – ભાસ્કર ભટ્ટ Next »   

4 પ્રતિભાવો : સરખી છે – કિરીટ ગોસ્વામી

 1. Nikul H.Thaker says:

  સુંદર ગઝલ છે.

 2. vora kiritkumar d says:

  ખુબ પ્રભાવશાલિ કવિતા

 3. PURVI BHATT says:

  nice gazal

 4. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  કિરીટભાઈ,
  મજાની ગઝલ આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.