[‘યાદનું એક લીલું પાન’ પુસ્તકમાંથી સાભાર]
બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે
છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે
બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે
બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે
નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક
ચિતારો એક છે કિન્તુ બધી ક્યાં ભાત સરખી છે
તમારું મન ફક્ત બદલાય છે સુખમાં અને દુઃખમાં
દિવસે સરખા બધા છે ને અહીં સૌ રાત સરખી છે
તમે આંસુ વહાવો છો, અમે ગઝલો રચી જાશું
મળી છે ભાગ્યવશ જે બેઉને તે ઘાત સરખી છે
4 thoughts on “સરખી છે – કિરીટ ગોસ્વામી”
સુંદર ગઝલ છે.
ખુબ પ્રભાવશાલિ કવિતા
nice gazal
કિરીટભાઈ,
મજાની ગઝલ આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}