Archive for March, 2012

બાવનમી વર્ષગાંઠે – રાજેન્દ્ર પટેલ

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] બા, બિલાડી અને બારી ત્રણેય ઊભાં છે ઘડિયાલની બહાર. બાએ સમય જોયો નહોતો કદી તડકો, છાંયડો અને આભ બસ હતાં એના માટે બિલાડી તો આવતી-જતી ક્ષણોની જેમ વેળા-કવેળાએ પ્રવેશતી, વહાલ કરી ચાલી જતી. માત્ર રહી ગયો એનો સ્પર્શ હરતો ફરતો આખેઆખા પંડમાં બારી, બતાવવા મથતી રાત-દિવસ ભર્યો ભર્યો અવકાશ. હવે, ભીંતે લટકતી […]

શોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય

[‘જનકલ્યાણ’ સામાયિક ફેબ્રુઆરી-2012માંથી સાભાર.] શ્રીલેખા અમેરિકામાં રહે છે. શિકાગોમાં એના પતિનો મોટો બિઝનેસ છે. મુંબઈમાં બંને જણાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમ થયો. પછી શ્રીલેખાની ઈમિગ્રેશન ફાઈનલ પહેલા પાસ થઈ ગઈ એટલે એ અમેરિકા ગઈ. ત્રણ વર્ષ ત્યાં ભણીને લગ્ન કરવા પાછી ભારત આવી. અનિશ સાથે લગ્ન કરીને અમેરિકા ગઈ. એને ત્યાં બોલાવ્યો. એમનાં લગ્નને […]

પતંગિયાની પાંખે – સંકલિત

[1] વચન મીઠાં-અશ્રુ ખારાં – જિતેન્દ્ર શાહ બાર વર્ષના રાજુને ગરીબી ગળથૂથીમાં મળી હતી. ગરીબ અને અભણ બાપને શાકભાજીની લારી ફેરવતા અને તેની જ માને પારકા ઘરનાં ઘરકામ કરતી તે નાનપણથી જોતો આવ્યો હતો. બાપે નિજ અનુભવ પરથી નક્કી કર્યું હતું કે રાજુને ખૂબ ખૂબ ભણાવવો છે. લારીની પાછળ પાછળના ભાગમાં રાજુ નહીં – તેને […]

વિશેષ આભાર – તંત્રી

પ્રિય વાચકમિત્રો, છેલ્લા ત્રણ દિવસમાં ‘વિચારબિંદુ’ પુસ્તિકાની આશરે 300-350 નકલ રવાના કરવામાં આવી. આપ સૌએ તેને અંતરના ઉમળકાથી વધાવી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારતમાં અને પરદેશમાં જે લોકોએ આ પુસ્તિકા મંગાવી હતી તે સૌને રવાના કરવામાં આવી છે. પરદેશમાં એરમેલને કારણે આપને મળવામાં 10-12 દિવસનો વિલંબ થઈ શકે છે.  આ પુસ્તિકા માટે […]

પ્રેમ તો હું તને જ… – કલ્પેશ પટેલ

[‘ઉદ્દેશ’ સામાયિક (માર્ચ-2012)માંથી સાભાર.] પાંચ વાગ્યા છે કેદાર ! બેસી રહી છું ત્યારની આમ જ ! ના-ના ! કોઈની રાહ જોઉં છું એમ રખે માનતો. હું શું કામ રાહ જોઉં કોઈની ? ના કહ્યું ? આ તો એમ જ…. ગમે છે, નથી ગમતું…. એવું બધું ! તું હોય તો કોઈ ઊંચા બરનો શબ્દ મૂકી આપે, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.