Archive for March, 2012

સોનેરી સંધ્યા – ગીતા ત્રિવેદી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] સમી સાંજનો સમય હતો. આકાશમાં સૂર્યદેવ જવાની તૈયારી કરી રહ્યા હતા. નિશાદેવીએ ધરતી પર પોતાનાં પગલાં પાડ્યાં. હસમુખભાઈ બાલ્કનીમાં ખુરશી પર એમ જ બેસી રહ્યા. બહારનું નયનરમ્ય દશ્ય પણ તેમને આનંદ પમાડતું ન હતું. પત્નીના મૃત્યુને જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. સાડા ત્રણ દાયકાના દાંપત્યજીવન પછી પત્નીથી ટેવાયેલા તેમને માટે તેના […]

શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.] દરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા ગણાવડાવતા ઉમેદવારો પણ મુહૂર્ત સાચવવાની […]

આજનું વેઠવું આવતી કાલે નહીં હોય – વીનેશ અંતાણી

[‘કોઈક સ્મિત’ પુસ્તકમાંથી સાભાર.] અમેરિકાના હૅનોક મૅકકાર્ટી ત્યાંના લોકોને જીવનમાં પ્રેરણા આપે તેવી વાતો કહે છે. એમણે એન્જેલા નામની છોકરીના દઢ મનોબળ વિશે એક કિસ્સો લખ્યો છે. એન્જેલા અગિયાર વરસની હતી ત્યારે જ્ઞાનતંતુઓના અસાધ્ય રોગને લીધે અપંગ બની ગઈ. એ ચાલી શકતી ન હતી અને કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકતી ન હતી. એની સારવાર […]

પ્રાકૃતિક સ્થાપત્યનો ભીષ્મ પિતામહ : નરી ગાંધી – કનુભાઈ સૂચક

[ અન્ય લેખોની સમીક્ષાનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.] [‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] વાસ્તુશાસ્ત્રમાં આર્કિટેક્ટ માટે સ્થપતિ શબ્દનો ઉપયોગ થયો છે. સ્થપતિ શબ્દ સાથે અનેક અર્થવ્યંજના અભિપ્રેત છે. સર્વ શાસ્ત્રોના જ્ઞાતા, કલાવિદ, સ્થાપત્યશાસ્ત્રમાં કુશળ, કુશળ સલાટ, સારા શિક્ષક અને સમતાવાન પુરુષનાં લક્ષણો ધરાવતા બહુવિધ પ્રતિભા ધરાવનારને […]

પ્રામાણિક જવાબ – નીલમ દોશી

[સાસુ અને થનાર વહુ વચ્ચે પત્ર સ્વરૂપે લખાયેલ સુંદર જીવનપ્રેરક સંવાદનું આ પુસ્તક ‘સાસુ-વહુ.com’ નામે તાજેતરમાં પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રીમતી નીલમબેન દોશીનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]

Copy Protected by Chetan's WP-Copyprotect.