નિશ્ચે કરો રામનું નામ – નરભાદાસ

[ પ્રાચીન ભજન ]

નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું
નથી ધરવા ભગવાં કામ, નથી ભેગું કરીને ખાવું

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઉજળાં રાખો
નથી દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો
ક્યા જોગીને રામ મળ્યા, એવો એક તો બતાવો ?

મહેતા, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ
ધનો, ધીરો, રોહિદાસ, કુબો, ગોરો કુંભારની જાતિ,

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યા તો, ઘેર આવિયા ગિરિધારી.

રંકાવંકા સજન કસાઈ, ભજ્યા રાતને દહાડે
ક્યા જોગીને રામ મળ્યા, એવો એક તો બતાવો ?

નથી રામ વિભૂત ધોળ્યે, નથી ઊંધે શિર ઝૂલે,
નથી નારી તજી વન જાતા, જ્યાં લગી આપ ન ખોળે

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને,
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.

પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ.
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ફેસબુક : પાંચ રચના – બકુલ ટેલર
વૅકેશનની એ મજા ગઈ….! – તુષાર શુક્લ Next »   

5 પ્રતિભાવો : નિશ્ચે કરો રામનું નામ – નરભાદાસ

 1. Nikul H.Thaker says:

  આજના રામનવમીના પવિત્ર દિવસે ખુબ જ સુંદર ભજનથી દિવસની શરૂઆત થઇ છે. રામાયણ એ માનવતાનું કાવ્ય છે,અને ભગવાન શ્રીરામ એ સત્ય,પ્રેમ,અને કરૂણાના પ્રતીક છે, સદગુણોના સ્વામી છે.

  ખુબ જ સુંદર ભજન છે.

 2. durgesh oza says:

  જંગલમાં મંગલ કરી જાણે,મંગલ જંગલ જેને…કડવું મીઠું….તેને રામજી વશ છે…વાહ નરભાદાસ. સુંદર સરળ રચના.સૌને અભિનંદન.રામસે બડા રામકા નામ,નામસે બડા રામકા કામ.

 3. મારા મતે. ખુબ જ સુન્દર રચના !!
  હવે આવા વીચારોની તાતી જરુર છે, કે જે વર્તમાન ધર્મધતીગો-પાખન્ડીઓને પડકારે!!!
  “એક ત્રાજવે સહુ સન્સારી, બીજે લાવો જોગીઓ,
  કયા જોગીને રામ મળ્યા એવો એક તો બતાવો “

 4. Jayesh says:

  કાળ/સમય/વક્ત ની ગતિએ મને હર હમેશ મુંઝવ્યો છે. The subject with which you have dealt here is the closest to my heart,rather to my soul. In fact, this morning (1st) when I got up and prayed, the first thing that crossed my mind was- how is today different than yesterday? બસ આમ જ જોતજોતામાં આ જિંદગી પૂરી થશે અને બીજી સફર ચાલુ થશે. શું આ આત્માની આજ નિયતિ છે કે તેણે નિરંતર સફરમાં રહેવાનું? આનો આદે કે અંત ખરો? આપણા પ્રિયજનો કે જેઓ આપણને છોડીને ગયા તેઓ ખરેખરે ક્યાં ગયા? જગજીતસીંઘજીની આ ગઝલ મને ખૂબ જ પ્રિય છે. It precisely sums up my dilemma.
  अपनी मरज़ीसे कहाँ अपनी सफरके हम है?
  रुख़ हवाओंका जिधरका है उधरके हम है.

  वक़्तके साथ है म़िट्टीका सफर सदियोंसे
  किसको मालूम है कहाँके हैं किधरके हम है?

  चलते रहतें हैं की चलना है मुसाफिरका नसीब
  सोचते रहेते हैं की किस राह गुज़रके हम हैं?

 5. Kalidas V,Patel {Vagosana} says:

  મજાનું ભજન.
  ઘણુંબધું કહી જાય છે. ” કયા જોગીને રામ મળ્યા છે ? ” બસ આટલું જ સમજાઈ જાય તો ઢૉંગી, પ્રપંચી … બધા જ બાવા ઊગાડા થઈ જાય !
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.