નિશ્ચે કરો રામનું નામ – નરભાદાસ

[ પ્રાચીન ભજન ]

નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું
નથી ધરવા ભગવાં કામ, નથી ભેગું કરીને ખાવું

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઉજળાં રાખો
નથી દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો
ક્યા જોગીને રામ મળ્યા, એવો એક તો બતાવો ?

મહેતા, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ
ધનો, ધીરો, રોહિદાસ, કુબો, ગોરો કુંભારની જાતિ,

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યા તો, ઘેર આવિયા ગિરિધારી.

રંકાવંકા સજન કસાઈ, ભજ્યા રાતને દહાડે
ક્યા જોગીને રામ મળ્યા, એવો એક તો બતાવો ?

નથી રામ વિભૂત ધોળ્યે, નથી ઊંધે શિર ઝૂલે,
નથી નારી તજી વન જાતા, જ્યાં લગી આપ ન ખોળે

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને,
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.

પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ.
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.

Leave a Reply to Kalidas V,Patel {Vagosana} Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “નિશ્ચે કરો રામનું નામ – નરભાદાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.