[ પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-2’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી મન્નુભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9428503270 અથવા આ સરનામે lalitlad@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત આ ટૂચકાઓના અંતે આપવામાં આવી છે.]
મૈંને પૂછા ઉનસે…
આપ કો ખાના બનાના
આતા હૈ ક્યા ?
તો ઉન્હોંને કહા….
(ગૉર ફરમાઈયેગા)
તો ઉન્હોંને કહા
મુઝે બનાના ખાના આતા હૈ !
*********
બિચારા ડૉક્ટરો આમેય બહુ મોડા મોડા પરણે છે. પણ પરણે છે ત્યારે બધાને શી રીતે ખબર પડે કે કોઈ ડૉક્ટર પરણી રહ્યો છે ? તો ડૉક્ટરના મૅરેજમાં નવા રિવાજ હોવા જોઈએ.
(1) જાન ઍમ્બુલન્સમાં આવે.
(2) લગ્ન ઓપરેશન થિયેટરમાં થાય.
(3) રિસેપ્શન હૉસ્પિટલના ઓપીડી વૉર્ડમાં થાય.
(4) ફોટા ‘એક્સ-રે’માં પડે.
(5) મહેમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.
(6) પાણી અને પીણાંની જગાએ ગ્લુકોઝ અને ઓઆરએસ અપાય.
(7) વરરાજા નવવધૂને હારને બદલે સ્ટેથોસ્કોપ પહેરાવે.
(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે ‘નેકસ્ટ પ્લીઝ….’
*********
કડકાસિંહ સિગારેટ પીતા હતા. કોઈએ પૂછ્યું :
‘કઈ સિગારેટ પીવો છો ?’
કડકાસિંહ કહે : ‘વન સ્કવેર.’
‘વન સ્ક્વેર ? ઈ વળી કેવી સિગારેટ ?’
‘અલ્યા, એટલું નો હમજાણું ? ફૉર સ્કવેરનું ઠૂંઠું પીઉં છું !’
*********
બન્તા સાઈકલ પર જતો હતો. રસ્તામાં એક છોકરી સાથે અથડાયો.
છોકરી બગડી, ‘નાલાયક, ઘંટી નહીં માર સકતા થા ?’
બન્તા : ‘પૂરી સાઈકલ તો માર દી. અબ ઘંટી ક્યા અલગ સે મારું ?’
*********
વો આતી હૈ રોજ
મેરી કબ્ર પર
અપને વો નયે
હમસફર કે સાથ….
કૌન કહેતા હૈ
‘દફનાને’ કે બાદ
‘જલાયા’ નહીં જાતા ?
*********
સન્તા : ‘યાર બન્તા, યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?’
બન્તા : ‘ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈં.’
સન્તા : ‘તબ તો બડી ગલતી હો ગઈ.’
બન્તા : ‘ક્યા હુઆ ?’
સન્તા : ‘મૈં તો ટેલર કો દે આયા !’
*********
બન્તા પ્રાણીસંગ્રહાલયમાં નોકરીએ લાગ્યો.
એક દિવસ પિંજરાની સફાઈ કરતાં એણે વાઘનું પિંજરું ખુલ્લું રહેવા દીધું. સાહેબે એને બોલાવીને ખખડાવ્યો, ‘તુમને શેર કા પિંજરા ખુલા ક્યું છોડ દિયા ?’
બન્તા : ‘ક્યા સા’બ, ઈતનેં ખતરનાક જાનવર કી ચોરી કૌન કરેગા ?’
*********
અમદાવાદી લગ્નની કંકોતરીમાં નીચે RSVP લખ્યું હોય તો એનો શું મતલબ સમજવો ?
‘રોકડા સાથે વહેલા પધારજો !’
*********
એક રિક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કા ઈન્તેજાર….’
અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી. એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ કે !’
*********
સન્તા ઈંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા. વાંચો એના નમૂના.
(1) મૈં એક આમઆદમી હું.
અનુવાદ : આઈ એમ વન મૅંગો પરસન.
(2) મુઝે ઈંગ્લિશ આતી હૈ.
અનુવાદ : ઈંગ્લિશ કમ્સ ટુ મિ.
(3) મેરા ગાંવ હરિપુર હજારા હૈ
અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉઝન્ડા.
(4) સડક પે ગોલિયાં ચલ રહી થી.
અનુવાદ : ટૅબ્લેટ્સ વેર વૉકિંગ ઑન ધ રોડ.
*********
એક સફરજનના ઝાડ પર 10 કેરીઓ હતી. એમાંથી 5 ચીકુ મેં તોડ્યાં, તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?’ કલાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો.
ગટુએ જવાબ આપ્યો, ‘સર, 10 હાથી !’
સર બોલ્યા : ‘વાહ ! સાચો જવાબ છે. તને કેવી રીતે આવડી ગયો ?’
ગટુ : ‘કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં હું ઘઉંનું શાક અને કાકડીની રોટલી લાવ્યો છું.’
*********
પતિ : ‘હું તારી આ રોજ રોજની ફરમાઈશોથી ત્રાસી ગયો છું. હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.’
પત્ની : ‘એમ ? તો એક સારામાંની સફેદ સાડી તો અપાવતા જાવ !’
*********
ટીનુને એની મમ્મીએ માર્યો. ટીનુ રિસાઈને ઘરના ઓટલા પર બેસી ગયો. સાંજે પપ્પાએ આવીને પૂછ્યું :
‘શું થયું ?’
ટીનુ : ‘પપ્પા, તમારી પત્ની સાથે મને ફાવતું નથી, મને મારી અલગ પત્ની જોઈશે !’
*********
ગટુની નોટમાંથી શાળાના શિક્ષકની સૂચના લખેલી નીકળી : ‘બાળકને નવડાવીને મોકલવાનું રાખો.’
મમ્મીએ એની નીચે લખી મોકલ્યું, ‘બાળકને ભણાવવાનું રાખો, સૂંઘવાનું રહેવા દો.’
*********
છોકરા છોકરીએ એકબીજાને જોઈ લીધા પછી વડીલો વચ્ચે લગ્નની વાતો ચાલી રહી છે.
લડકેવાલે : ‘લડકી હમે પસંદ હૈ. શાદી કબ કરેંગે ?’
લડકીવાલે : ‘લડકી અભી પઢ રહી હૈ.’
લડકેવાલે : ‘તો હમારા લડકા ભી બચ્ચા થોડા હૈ જો કિતાબેં ફાડ દેગા ?’
*********
મુન્નાએ સ્કૂલમાંથી ગુલ્લી મારી હતી. રસ્તામાં એ દાદાજી સાથે જતો હતો ત્યાં સામેથી સ્કૂલની ટીચર આવતી દેખાઈ.
દાદાજી : ‘મુન્ના, સંતાઈ જા. તારી ટીચર આવી રહી છે !’
મુન્નો : ‘દાદાજી, તમે પણ સંતાઈ જાઓ ! કારણ કે તમે મરી ગયા છો એમ કહીને જ મેં ગુલ્લી મારી છે !’
*********
સન્તા-બન્તા અને બીજા એના જેવા હજારો બન્દા જ્યાં રહેતા હતા એ ગામમાં એક જેલ હતી. જેલરે એ જેલની દીવાલ ડબલ ઊંચી કરાવી દીધી. આ જોઈને બહારગામથી આવેલા એક સાહેબે જેલરને પૂછ્યું :
‘આ દીવાલ કેમ ઊંચી કરાવી ? શું કેદીઓ ભાગી જાય છે ?’
‘ના ! જમવાના ટાઈમે ગામવાળા અંદર ઘૂસી આવે છે !’
*********
પરીક્ષાઓ બદલાઈ રહી છે.
1999 : વિદ્યાર્થીઓ, બધા સવાલના જવાબ આપો….
2009 : વિદ્યાર્થીઓ, કોઈ પણ બે સવાલના જવાબ આપો…
2015 : વિદ્યાર્થીઓ, આખું પ્રશ્નપત્ર વાંચી જાઓ….
2020 : પરીક્ષામાં આવવા બદલ આભાર !
*********
ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર ઓમ પુરીનું એક દિવસ અચાનક અપહરણ થઈ ગયું !
પણ ખબર છે, પોલીસે ઓમ પુરીને બચાવવા માટે જે ઑપરેશન ઘડી કાઢેલું એનું નામ શું હતું ?
-‘સેવ’પુરી !!
*********
એક મંદિરના પૂજારીજી નવું ડીવીડી પ્લેયર લઈ આવ્યા.
સારું મહુરત, સારું ચોઘડિયું અને સારો સમય જોઈને એમણે વિધિપૂર્વક ડીવીડી ચાલુ કર્યું, પણ ચાલુ કરતાં જ બગડી ગયું !
કેમ ? કારણ કે પ્લેયર પર નાળિયેર ફોડેલું !
*********
ભક્તે સંતને પૂછ્યું : ‘પ્રભુ, એવી પત્નીને શું કહેવાય, જે સુંદર હોય, બુદ્ધિશાળી હોય, સમજદાર હોય, કદી ઈર્ષ્યા ન કરે અને રસોઈ પણ સ્વાદિષ્ટ બનાવતી હોય ?’
સંત આંખો બંધ કરીને એક જ શબ્દ બોલ્યા : ‘અફવા….’
*********
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો. બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન મંગાવો…..’
કનુ કડકો કહે : ‘એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ન હોત ?’
*********
ઈન્ટરવ્યૂ લેનાર : ‘તારું ક્વૉલિફિકેશન શું છે ?’
બન્તા : ‘હું પી.એચ.ડી. છું.’
ઈન્ટરવ્યૂ લેનાર : ‘પીએચડી ?’
બન્તા : ‘હા, પાસ્ડ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી !’
*********
છોકરી (છોકરાને) : ‘મેરા બચ્ચા, મેરા જાનુ, મેરા શોના, મેરા સ્વીટુ, મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નુ…. ક્યા તુમ મુજ સે શાદી કરોગે ?’
છોકરો : ‘આ તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે ?’
*********
છગનબાપુને અકસ્માત થયો. હૉસ્પિટલમાં લઈ ગયા. ઘા તપાસીને ડૉક્ટરે કહ્યું :
‘ટાંકા લેવા પડશે.’
બાપુએ પૂછ્યું : ‘કેટલા રૂપિયા થાશે ?’
ડોક્ટર કહે : ‘7000 તો મિનિમમ થાશે.’
બાપુ બગડ્યા : ‘અલ્યા, ટાંકા લેવાના છે. કાંઈ ઍમ્બ્રૉઈડરી નથી કરવાની !’
*********
સવાલ : શું કાંગારું એફિલ ટાવર કરતાં વધારે ઊંચું કૂદી શકે ?
જવાબ : હા ! કારણ કે એફિલ ટાવર તો કૂદી જ શકે નહીં ને !
*********
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
‘જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે !’
*********
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું લાગેલું હતું :
‘પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું !’
*********
મથુરકાકાની યાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા એમના જૂના મિત્ર મનુકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં મથુરકાકા કહે :
‘અરે હા, આ અમારી 50મી લગ્નતિથિ હતી. ને, એ રાતના અમે બન્ને જણા એક નવી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું !’
‘એમ ? શું નામ હતું એ રેસ્ટોરન્ટનું ?’
‘નામ….’ ઘરડા મથુરકાકા માથું ખંજવાળવા લાગ્યા, ‘પેલું ફૂલ હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…’
‘ગુલાબ ?’
‘ગુલાબ નહીં યાર, આ…… પેલું સફેદ કલરનું હોય છે ને ?’
‘જૂઈ ?’
‘ના, ના, જૂઈ નહીં.’
‘ચમેલી ?’
‘અરે ચમેલી નહીં યાર…. આ તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે.’
‘ચંપો ?’
‘હા, હા…. એ જ !’ મથુરકાકા તરત જ સોફામાંથી ઊંચા થઈને રસોડા તરફ મોં કરી ઊંચા અવાજે કહેવા લાગ્યા : ‘અરે ચંપા…. ? આ રવિવારે આપણે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ?’
*********
[કુલ પાન : 188. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22146109. ઈ-મેઈલ : info@rannade.com ]
51 thoughts on “જોક્સ જંકશન – મન્નુ શેખચલ્લી”
વાહ્, મજા આવી ગઇ. ગુજરાત સમાચારમાં પણ મન્નુજીને વાંચવાની મોજ પડે છે.
Very Nice
મજા આવી ગઇ
ઘણા સમય બાદ ખુબ હસવાની મજા આવી.
ખુબ મજા આવિ
ઉત્તમ જોક્સ તો ખરા જ, પણ સંખ્યામાં અતિ થોડા, પ્લીઝ સંખ્યા વધારો.
વેરિનો
કજલ
વાહ! દેીવસ નેી સુરુવાત હાસ્ય થેી …મજા આવેી ગઇ
બહુકજ મજા આવેી ગઇ…………………
Jokes r very good
Excellent
Champa valo joke sauthi saro lagyo…
મઝા આવી ગઈ.
અતિ ઉત્તમ હાસ્યરસ માણવા મળ્યુ, આપનો ખુબ ખુબ આભાર….
બહુ સમય બાદ હાસ્યરસ માણવા મલ્યો આપનો ખુબ ખુબ આભાર….
ભઇ…ભઇ….,
ભયો….. ભયો …..થઇ જ્યુ…
મથુરકાકા ની ચંપા વાળો ટૂચકો નંબર વન હતો…
ભાઈ…ભાઈ…
મજા આવિ
મઝા આવી ભાઈ…ભાઈ…
ઘણા બધા સમય પછી કઇક નવા જોક્સ વાચ્યા, અતિ ઉત્તમ.
ખુબ સરસ જોક્સ. હસવાની મઝા આવી. મન્નુભાઈ અને મૃગેશભાઈનો હાર્દીક આભાર.
all jokes are very nice. I am enjoy your jokes.I am very like your jokes. welcome for joks.
ખરેખર બહુ મજાના ઝોકસ છે. વાંચીને લોટપોટ જવાય તેવા છે.
બહુ મઝા આવી ગઈ.
એક માનસ રિક્શા ને ઉભ્હિ રાખે અને પુચે માનસઃમલાદ જાઓગે
રિક્શ દ્ઐવર્ઃ હા
માનસઃમિરા રોદ જાઓગે
રિક્શા દ્રૈવરઃ હા
માનસઃતો ફિર જાઓ ના મેરા મુહ ક્યુ દેખ રહે હો
સરસ….ઘણા સરસ…., નવીનતમ જોકસ વાંચવાની મઝા આવી ગઈ.
બીજા નવા જોકસ માટે લાબી રાહ ન જોવડાવવા વિનંતી.
મને બહુ મજા પડિ
બહુ મઝઝા આવિ ગયિ બોસ !!!!!
Very beautiful. I really like it.If you want to be cheerful,then you should read it.
Yar dadu che jokes jamo padi gayo wo gujrati ma kahe se ne jalso padi gayo
હા હા હા હા…………………..મજા આવિ !
ઘના ઉત્ત્મ અને ખુબ મહ્ઝા આવિ.
બહ સરસ ઘનિ મઝા આવિ . આવા જોકેસ મોકલતા રહેશો. ખુબ ખુબ આભાર
ગુડ્
veri nice .veri good
I really enjoyed all the jokes. Thanks a lot for making me laugh after long time, since i’m not having interaction with gujjus nowadays. i’m missing my home & friends & lot many unnecessary gossips we used have after having dinner at home.
We used to seat in “bhagor” at bench & we used to speak in pure “charotari” language.
Thanks by hurt….For giving me glance of my old days when i was in gujarat & used to chat at our favourite hanging place BHAGOD.
ખુબ સરસ જોક્સ છે read
veri nice .veri good……
બહુ સરસ
All Jokes are very very funny…..
I like all the jokes too much…..
thanks for this Web Site…..
Now,Your Organization going bigger one compare to all the this types of site in one of them….
Thank You…Too Much…!!
મન્નુભાઈ,
મજા આવી ગઈ તાજા જોક્સ વાંચીને. ફરીથી જલ્દી પધારજો ઢગલાબંધ જોક્સ સાથે. હા યાર ! હાસ્યમાં વળી કંજુસાઈ કેવી ? આજના માહોલમાં હસાવવું એ પુણ્યનું કામ છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
સન્તા વાલો ગમ્મ્યો.
જોકસ મા મજા આવિ
ખુબ જ સરસ
Pardip
બહુ જ સરસ , મન્નુભાઇ એટલે મન્નુભઇ
મે બહુ વખતે જોકસ વાચ્યા સરસ ચ્હે.
છગનબાપુને અકસ્માત થયો. હૉસ્પિટલમાં લઈ ગયા. ઘા તપાસીને ડૉક્ટરે કહ્યું :
‘ટાંકા લેવા પડશે.’
બાપુએ પૂછ્યું : ‘કેટલા રૂપિયા થાશે ?’
ડોક્ટર કહે : ‘7000 તો મિનિમમ થાશે.’
બાપુ બગડ્યા : ‘અલ્યા, ટાંકા લેવાના છે. કાંઈ ઍમ્બ્રૉઈડરી નથી કરવાની !’
આ જોકસ મે મારા દોસ્તો ને કહ્યો તેમને પણ ખુબ ગમ્યો. મને તો બધા ગમ્યા ચ્હે.
યર મજ અવિ ગ્યિ
shayri:
shayri karna sastinahi hai
shayri karna koi masti nahi hai
je chokri hasti nathi
te samjo ke brush karti nathi. ha…ha..ha…..
Vah jamavt thai ho…
Very nice