ઈ સોસરવું જાય ! – રાજેન્દ્ર શુક્લ

પગલું યે પાછું પડે, ત્યાં ક્યમનું પોગાય,
પોતે પોતાને નડે, ઠાલું શીદ ઠોવાય ?

પાકે કાંઠા નવ ચડે, પણ ચિતરામણ થાય,
એની મેળે આવડે, લખતાં લહિયો થાય !

દશે દશ્યુંના વાયરા, વાતાં વાતાં વાય,
થયું થઈ થાળે પડે, થાતાં બધું ય થવાય !

હૈયું જો હેલે ચડે, ગાણું તો જ ગવાય,
અંદરથી જે ઊઘડે, ઈ સોસરવું જાય !

છોળું છેક જ ઊછળે, છાલક એમ છવાય,
છાનું છોવાઈ ગયું, છૂપ્યે છૂપ્યું છતરાય !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – ચંદ્રેશ મકવાણા
પંખીડા – ન્હાનાલાલ Next »   

4 પ્રતિભાવો : ઈ સોસરવું જાય ! – રાજેન્દ્ર શુક્લ

 1. Dhiren Solanki says:

  વાહ!

  હૈયું જો હેલે ચડે, ગાણું તો જ ગવાય,
  અંદરથી જે ઊઘડે, ઈ સોસરવું જાય !

  સાચી વાત

 2. શબ્દો કે અલન્કારનો ના કોઇ ચળકાટ,સાવ સીધી,સાદી,સાચી, સુન્દર રચના !
  “…. અન્દરથી જે ઉઘડે,ઇ સોસરવુ જાય !”

 3. Jasmin Joshi says:

  જાનપદી શૈલી ની છાન્ટવાળી સુન્દર રચના

  સોસરવું ને બદલે હોહરવું હોય તો મજા આવે

 4. Manali Patel says:

  આહા….શુ વાત હે મજા આઇ . નાન્પણ યાદ આવિ ગયુ .પાકા ઘડે કાંઠા ન છડે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.