ઈ સોસરવું જાય ! – રાજેન્દ્ર શુક્લ

પગલું યે પાછું પડે, ત્યાં ક્યમનું પોગાય,
પોતે પોતાને નડે, ઠાલું શીદ ઠોવાય ?

પાકે કાંઠા નવ ચડે, પણ ચિતરામણ થાય,
એની મેળે આવડે, લખતાં લહિયો થાય !

દશે દશ્યુંના વાયરા, વાતાં વાતાં વાય,
થયું થઈ થાળે પડે, થાતાં બધું ય થવાય !

હૈયું જો હેલે ચડે, ગાણું તો જ ગવાય,
અંદરથી જે ઊઘડે, ઈ સોસરવું જાય !

છોળું છેક જ ઊછળે, છાલક એમ છવાય,
છાનું છોવાઈ ગયું, છૂપ્યે છૂપ્યું છતરાય !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ઈ સોસરવું જાય ! – રાજેન્દ્ર શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.