સાસુ-નણંદ ડૉટ કૉમ – આશા પુરોહિત

સાસુ-નણંદ હવે કમ્પ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ,
કે, નવલી વહુઆરુ પણ આવતાંની સાથે જ જો ભૂલી જાય મહિયરનું નામ

નવલી, વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ઈચ્છે છે, ‘માઉસ’ બેયને કરડે,
‘કી-બોર્ડ’ પર હાથ જરા મૂકે તો ‘કી-બોર્ડ’ પણ સાસુ-નણંદનો હાથ મરડે.

સાસુ-નણંદ હવે ‘ઈ-મેઈલ’માં મોકલે છે, ધમકીઓ રોજ રોજ એવી,
દહેજમાં એક હજી કમ્યૂટર જોઈએ છે નહીંતર થશે જ જોવા જેવી.

નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ‘ઈ-મેઈલ’માં ‘વાયરસ’ મોકલાવતી,
‘ઈ-કાર્ડ’માં ડ્રેક્યૂલા, બાબરિયો ભૂત એવાં દશ્યોથી બેયને ડરાવતી.

સાસુ-નણંદ વળી ‘વોઈસમેલ’માં મોકલે ન સાંખી શકાય એવાં મેણાં,
સાસુ-નણંદ અને વહુવારુ વચ્ચેના જન્મોથી કેવાં છે લેણાં !

‘ઈન્ટરનેટ ચૅટિંગ’માં સામસામી થાતી હોય સાસુ ને વહુની લડાઈ,
જ્યાં લગી હૈયાવરાળ નહીં ફૂંકે ને ત્યાં લગી કેમ એ ધરાય ?

નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો મેસેજ છોડે છે કંઈક એવો,
પહેલાંનો ચીલો ચાતરવાનું બંધ કરી થોડીક તો લાગણીઓ સેવો.

કમ્પ્યૂટર ઈચ્છે છે, આમની અથડામણમાં જાતે જ ‘કલોઝ’ થઈ જાવું,
દાદા હો દીકરી ને સાસુ-નણંદના ઝઘડામાં નથી ફસાવું.

ઝઘડામાં અમથું કંઈ નથી જોડાવું કે બીજું કંઈ નથી શું કામ ?
સાસુ-નણંદ હવે કમ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પંખીડા – ન્હાનાલાલ
અખંડ દીવા – ચંદ્રકાન્ત શેઠ Next »   

6 પ્રતિભાવો : સાસુ-નણંદ ડૉટ કૉમ – આશા પુરોહિત

 1. Ketam patel says:

  Good computer yug ma sasu nahi pan vahu to shikhi ne j avashe.

 2. yogini joshi says:

  nice one.

 3. ketki ghoda says:

  અતિ સુંદર રચના……….

 4. Alpesh Trivedi says:

  ખુબ સરસ

 5. Kalidas V. Patel { Vagosana } says:

  આશાબેન,
  સાસુ-વહુના પ્રાચીન સમયથી ચાલ્યા આવતા ઉંદર-બિલાડીના સંબંધોને કોમ્પ્યુટરમાં વણવા બદલ અભિનંદન. … પરંતુ, ૧૪ મી લીટીમાં —પહેલાનો ચીલો ચાતરવાનું બંદ કરી,થોડીક તો લાગણીઓ સેવો. —માં ” ચીલો ચાતરવો = પહેલેથી ચાલ્યો આવતો રિવાજ બદલવો,રસ્તો બદલવો,પ્રથા બદલવી.” રૂઢિ પ્રયોગનો ઉલટા અર્થમાં પ્રયોગ થયો છે. અર્થાત , “ચીલો ચાતરવાનું બંધ કરી ”
  ને બદલે ” ચીલો ચાતરીને ” હોવું જોઈએ. સ્પસ્ટતા કરશો.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. p j paandya says:

  જમાનાને અનુરુપ રચના ચ્હે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.