[ યુવાસર્જક શ્રીમતી નિશિતાબેન ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2010’ના પ્રથમ વિજેતા રહી ચૂક્યાં છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nishi.dalwadi@gmail.com સંપર્ક કરી શકો છો.]
‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો…. કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં તારું એકાઉન્ટ બનાવ. હું તો તને કહી કહીને થાકી પણ તું સુધરવાની જ નથી.’ શૈલી કૈંક ગુસ્સામાં બોલી.
‘ભાઈ સાહેબ, મને ઘરના, તારા, વિશેષના અને તારા ડેડીના કામમાંથી ફુરસદ મળે તો કંઈક કરું ને ?’ વિભા શૈલીના આમતેમ ફંગોળાયેલા કપડાં સરખાં કરી રહી.
‘આ બધાં તારા બહાના છે, તારે નવું કશું શીખવું જ નથી અને કશું કરવું જ નથી.’ શૈલીનો ગુસ્સો વધતો જતો હતો.
‘તારે જે સમજવું હોય તે સમજ, મારે ઘણાંય કામ પડ્યા છે, હું તો આ ચાલી.’
‘મમ્મી, તું પછાત જ રહીશ, જા હવે.’ શૈલીએ ગુસ્સામાં બરાડી.
વિભા કંઈ બોલવા જાય તે પહેલાં મહાલક્ષ્મીબેન એટલે કે વિભાના સાસુ રૂમમાં આવ્યાં.
‘સારું તો…. તારી મમ્મીને સુધરેલી, મોર્ડન… તારી ભાષામાં કહું તો સોફિસ્ટિકેટેડ બનાવવાની જવાબદારી મારી….’ મહાલક્ષ્મીબેન શૈલીની આંખોમાં જોઈ રહ્યાં.
‘બા, તમે જ હવે સમજાવો મમ્માને…’
‘હા, હું કહી જ તો રહી છું !’
‘પણ બા, તમે મારી વાત તો સાંભળો…’ વિભા પલંગ પર બેસતાં બોલી.
‘જો વિભા, તને ખબર તો છે આજકાલની જનરેશન… એમને બધું જ જોઈએ છે અને તે પણ રાતોરાત ! હવે આપણે જો એમની સાથે નહિ ચાલીએ તો આઉટડેટેડ કહેવાઈશું. બરાબરને બેટા ?’
‘હા, બા તમે એકદમ સાચું કહો છો.’ શૈલી થોડી ખુશ થઈ.
‘બા, હું બધું જ સમજુ છું પણ ઘરના અને બહારના કામમાંથી સમય જ નથી મળતો.’ વિભાએ મહાલક્ષ્મીબેન આગળ પોતાની લાચારી વ્યક્ત કરી.
‘તો આપણે સમય કાઢીશું બેટા. શૈલી, તું તારી મમ્માને એક મહિનાનો સમય આપ. એ પ્રયન્ત કરશે.’
‘ઓ.કે., પણ એક મહિના પછી મને કંઈક પરિણામ દેખાવું જોઈએ.’
‘હું ખાતરી આપું છું, પણ….’
‘પાછું પણ ! મને ખબર જ હતી……’ શૈલી ફરી અકળાઈ ઊઠી.
‘અરે, મારી પૂરી વાત તો સાંભળ ! હું એમ કહું છું કે તું વિભાને એક મહિનો આપ. આ એક મહિનામાં વિભા પોતાની જાત માટે સમય કાઢશે. પણ આ એક મહિનામાં વિભા તારું એકપણ કામ નહિ કરે. તારે તારા બધાં જ કામ જાતે કરવા પડશે. બોલ છે મંજૂર ?’
‘બા, એ શક્ય નથી. એનાથી નહિ થાય… ભણવાનું અને બીજું બધું ? હજુ એ નાની છે બા. એ તો છોકરું કહેવાય… બોલ્યાં કરે, આપણે થોડું એવું થવાય ?’ વિભાના અંદરની મા બોલી રહી.
‘વિભા, એ છોકરું નથી. મમ્મીને પછાત કહી શકે એટલી મોટી થઇ ગઈ છે. તને સુધરવાનું કહે છે તો એ પણ એના કામ જાતે કરી જ શકે છે. કેમ બરાબરને બેટા ?’
‘હા…હા.. બા, પણ મારે કયા કામ જાતે કરવાના છે ?’ શૈલી સહેજ થોથવાઈ.
‘વિભા રોજ તારો રૂમ સાફ કરે છે, તારાં કપડાં ધોએ છે, તને નાસ્તો બનાવી આપે છે, પરીક્ષાના દિવસોમાં રાત્રે તને વાંચવા ઉઠાડે છે, ચા બનાવી આપે છે અને એવું તો ઘણુંય કરે છે……’
‘પણ એ તો એનું કામ છે…’ શૈલી કંઈક અસ્વસ્થતાથી બોલી.
‘ના, એ એનું કામ નથી. એ તારું કામ છે. તું પુખ્ત છે. જો તું તારા મિત્રો સાથે એકલી પિકચરમાં કે હોટલમાં જઈ શકતી હોય તો તું તારા કામ પણ જાતે કરી જ શકે છે.’ મહાલક્ષ્મીબેન સહેજ કડક થયાં.
‘બોલ છે મંજુર ? કે પછી પીછેહઠ કરાવી છે ?’
‘બા… તમે ય શું, મુકો હવે આ બધું ! હું હવે મારી જાત માટે થોડોક ટાઈમ કાઢીશ. પ્રોમિસ…’
‘વિભા, તું કઈ નહિ બોલે. મેં તને બધાં નિર્ણય કરવાની સ્વતંત્રતા આપી છે પણ આજે આ નિર્ણય હું કરીશ.’ મહાલક્ષ્મીબેન થોડી કડકાઈથી બોલ્યાં.
‘બોલ બેટા, છે મંજુર ?’
‘ઓ.કે બા… ડન…..’ શૈલી સ્કૂટીની ચાવી લઈને બહાર જતી રહી.
‘તું હવે એના કપડાં બાજુ પર મૂક… એ કરશે આજથી બધું. કંઈક મેળવવા માટે એને કંઈક છોડવું પડશે. જીવતર એટલે બસ બહેનપણીઓ, મોબાઈલો, પાર્ટીઓ નથી. આજકાલના છોકરાંઓને બધું જ ચપટી વગાડતા મળી જાય છે એટલે ક્યારેક કોઈ વસ્તુ ના મળે કે ના થાય ત્યારે ધૂંધવાય જાય છે. તારો હવે ‘મમ્મી’માંથી ‘વિભા’ બનવાનો સમય આવી ગયો છે. વર, ઘર અને છોકરાંને થોડાંક દિવસ બાજુએ રાખ અને તું તારી જાત માટે સમય કાઢ… અને સાંભળ, જો એ એના કોઈ પણ કામ તેં કર્યાં છે તો તને મારાં સમ છે ! જીવનના અમુક સત્ય એને જાતે જ સમજવા દે….’
વિભા બા અને શૈલીને જતાં જોઈ રહી. એને પણ ક્યારેક મન થતું કે આ બધું છોડીને કોઈવાર શાંતિથી બેસે. કોઈક ચિત્ર બનાવે, સાંજની રસોઈની ચિંતા કર્યા વગર બપોરે પોતાની મનગમતી ફિલ્મ જુએ, રમેશ સાથે થોડો રોમાન્સ કરે, કારણ વગર જ બહેનપણીઓ સાથે ફરવા નીકળી પડે, ઘડિયાળનાં સેલ કાઢીને સમયને રોકી દે…… બંને છોકરાંઓને મોટા કરવામાં કેટકેટલું કરવાનું રહી ગયું એમ વિભા વિચારી રહી. બા સાચું જ કહે છે, શૈલીને અમુક વાસ્તવિકતા સમજવી જ પડશે. – સ્વગત બોલીને એણે કપડાં પાછા પલંગ પર મુક્યા.
મોડી સાંજે શૈલી કોલેજથી પાછી આવી. એની આંખો મમ્મીને શોધી રહી.
‘મમ્મી, ક્યાં છે તું ? મને ચા પીવી છે.’ એણે બુમ મારી.
હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં બા બોલ્યાં : ‘એ બહાર ગઈ છે. સાંજની ચા તો અમે પી લીધી. તું મોડી પડી થોડીક. તને અત્યારે પીવી હોય તો બેટા જાતે બનાવવી પડશે. યાદ છે ને આપણી શરત ?’
શૈલી ગુસ્સામાં ચા બનાવવા રસોડામાં ગઈ. ચા-નાસ્તો કરી એ રૂમમાં આવી. પલંગ પર કપડાંનો ઢગલો, ટેબલ પર સવારની ચાનો કપ અને આખી રૂમમાં એની કેટકેટલીય વસ્તુનો પથારો જોઈને એ બેસી પડી. કાલે યુનિટ ટેસ્ટનું ક્યારે વાંચશે એની ચિંતામાં હાંફળી-ફાંફળી બધું સરખું કરવા લાગી. ચાનો કપ રસોડામાં મુકવા ગઈ ત્યારે વિભા એને દેખાઈ. ખબર નહિ કેમ… પણ એને ખૂબ સારું લાગ્યું મમ્મીને જોઈને.
‘કેવો રહ્યો દિવસ ?’ વિભા પાઉં શેકતા બોલી.
‘ચાલે, હું બહુ થાકી ગઈ છું મમ્મી. કાલે યુનિટ ટેસ્ટ પણ છે…..’ શૈલી મમ્મી પાસેથી કશુંક સંભાળવા માગી રહી.
‘ઓહ, ઓલ ધ બેસ્ટ !!’ વિભાએ એની સામે જોયા વગર કહ્યું.
‘ઓહ… મમ્મી, એકદમ મસ્ત હેર કટ છે. ક્યાં કરાવ્યાં? સહેલીમાં ?’
‘હા, હવે મારે અપડેટ થવાનું છે ને…..’ વિભા હસીને બોલી. શૈલીને કંઈ સમજાયું નહિ કે શું બોલવું. મમ્મી બદલાયેલી લાગી. તે ખપ પૂરતું બોલતી હતી. એને મનમાં દુઃખ થયું મમ્મી પર ગુસ્સો કરવા બદલ. કેટલીય વાતો કરવી હતી મમ્મી જોડે પણ એ કંઈ ના બોલી શકી. જમી-પરવારીને મમ્મી અને બા ટીવી સામે ગોઠવાયા. પપ્પા એમની આદત મુજબ મેગેઝિન લઈને બેઠાં. ભાઈ વિશેષ સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ બનાવવા ઉપર ચાલ્યો ગયો.
‘મમ્મી, મને વહેલી ઉઠાડજે કાલે. મારે ટેસ્ટ છે કોલેજમાં.’ શૈલી મનોમન પ્રાર્થના કરી રહી કે પ્લીઝ બા વચ્ચે ના બોલે તો સારું.
‘બેટા, હું પણ બહુ થાકી ગઈ છું. તું અલાર્મ મુકીને સુઈ જજે ને…’ બા અને શૈલી વિભાને જોઈ રહ્યાં. તે મનમાં અકળાતી પાછી રૂમમાં આવી. વાંચવું હતું પણ અક્ષરો ઉકલતા નહોતા. મન અશાંત હતું. ટીવી નહોતું જોવું અને ઈન્ટરનેટ પર સર્ફીંગ પણ નહોતું કરવું. ખબર નહિ એને શું કરવું હતું ? પથારીમાં પડતાં જ શૈલી સુઈ ગઈ.
સવારના નવ વાગી ગયા હતાં. શૈલી એકદમ સફાળી જાગી ગઈ. અગિયાર વાગ્યે તો ટેસ્ટ છે, વાંચ્યું તો કંઈ નથી…. બસ, હવે ટાઈમ પર પહોંચી જવાય તો સારું ! – એમ વિચારતી એ ફટાફટ બાથરૂમમાં ગઈ. જેમતેમ તૈયાર થઈને એ બહાર આવી. ડાઈનિંગ ટેબલ પર એનો ચા-નાસ્તો પડ્યો હતો. વિભાને જોવા આમતેમ નજર કરી પણ મોડું થતું હતું એટલે ચુપચાપ નીકળી ગઈ. અંતે ટેસ્ટમાં ફેલ થઈ ! આ બાજુ, ધીમે ધીમે મહિનામાંથી એક-એક દિવસ ઓછો થવા માંડ્યો. વિભાના ‘ટુ ડુ’ લિસ્ટમાં કમ્પ્યુટર ક્લાસ, ક્લબ, પેઈન્ટિંગ વગેરેનો ઉમેરો થતો ગયો. પતિ, ઘર અને છોકરાઓમાં ખોવાઈ ગયેલી વિભા પોતાનું આગવું વ્યક્તિત્વ પાછું મેળવવા લાગી. શૈલીના રૂમમાં કપડાનો ઢગલો વધવા માંડ્યો. કબાટમાં કઈ વસ્તુ ક્યાં છે એને પોતાને ખબર નહોતી પડતી. ઘણી વાર એક વસ્તુ શોધવામાં એને કલાકો લાગી જતાં. રોજ ટાપટીપ કરીને કોલેજ જનારી શૈલી હવે લઘરવઘર જવા લાગી. પ્રોજેક્ટ, અસાઈનમેન્ટ-સબમીશન લેટ થવા માંડ્યા. ભણવામાં કે બીજી ઈતર પ્રવૃતિઓમાં એનું મન લાગતું નહોતું.
કોલેજમાં હવે જુદા-જુદા ‘ડેયઝ’ની મોસમ ચાલુ થઈ. આજે સાડી-ડે હતો. કલાકથી એ પોતાનું અને મમ્મીનું કબાટ ખોળતી હતી પણ એને કઈ સાડી પહેરાવી એ સમજાતું નહોતું. ગઈ સાલ તો મમ્મીએ સાડી, જ્વેલરી, મેકઅપ બધું જ રેડી રાખ્યું હતું. કેવો વાટ પડી ગયો હતો કોલેજમાં ! મમ્મીની ડ્રેસિંગ સેન્સ એક્દમ હાઇફાઇ છે એનો એને એહસાસ થઇ રહ્યો. એ મમ્મીને શોધી રહી.
‘બા, મમ્મી ક્યાં છે ?’
‘ક્લબમાં ગઈ છે. સાંજે ચાર વાગ્યા સુધી આવશે. તારે કંઈ કામ હોય તો સવિતાને કહેજે.’
‘છેક ચાર વાગ્યે ? તો મને સાડી કોણ પહેરાવશે ? એ છોડો બા, એ પહેલાં સાડી કોણ સિલેક્ટ કરી આપશે ?’ શૈલી કંઈક ગુસ્સામાં બોલી. બાએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું. શૈલી હાથમાં જે આવી તે સાડી લઈને ગુસ્સામાં એની ફ્રેન્ડને ત્યાં જતી રહી.
એક સાંજે ઘરે આવીને શૈલી સીધી રૂમમાં ચાલી ગઈ. એને થોડુંક તાવ જેવું લાગતું હતું. પુરા પચ્ચીસ દિવસથી એનું જીવન અસ્તવ્યસ્ત હતું. ન તો ખાવા-પીવાનાં કોઈ ઠેકાણાં હતાં કે ના તો ઊંઘવાના… કોલેજ, ફ્રેન્ડ, ઘર, રૂમ બધું જ વિખરાઈ ગયું હતું…. એને શાંતિથી સૂવું હતું મમ્મીના ખોળામાં; હા, એને મમ્મી જોઈતી હતી. કોલેજમાં થયેલા પોતાના અને ઈશીના ઝગડાની વાત મમ્મીને કરવી હતી, રડવું હતું, હળવું થવું હતું મમ્મી આગળ….
‘હેલો ડીયર, આજે મેં ફેસબુક જોઈન કર્યું. મેં તને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી છે. જોયું તે?’ શૈલી જીન્સ પહેરેલી મમ્મીને જોઈ રહી.
‘ના, મેં નથી જોયું. મમ્મી, જીન્સ પણ તને સાડી અને ડ્રેસની જેમ જ સરસ લાગે છે. મમ્મી, થોડીવાર મારી પાસે બેસ ને પ્લીઝ….’ શૈલી મમ્મીનો હાથ ખેંચતા બોલી.
‘બેટા, તારો હાથ આટલો ગરમ કેમ છે ? તને તાવ તો નથી ને ?’ વિભા શૈલીના માથે હાથ મુક્યો, ‘અરે બાપ રે, શરીર તો ધીકે છે…. તું સુઈ રહે, હું દવા લઈને આવું છું.’ વિભા દોડતી દવા લઈ આવી. પાછળ બા આવ્યાં અને શૈલીનું માથું પસવારવા લાગ્યાં. રમેશ અને વિશેષ પણ આવ્યા. બધાને એક સાથે જોઈને શૈલીને બહુ સારું લાગ્યું. વિભાએ ફટાફટ સૂપ બનાવ્યો. બા એને સૂપ પીવડાવતા હતાં તે દરમિયાન વિભાએ રૂમ વ્યવસ્થિત કર્યો. વિશેષ શૈલીને ચીડવતો અને હસાવતો હતો.
‘મમ્મી, હવે મને સારું લાગે છે. હું ટીવી જોઉં થોડીવાર?’
‘હા બેટા, કેમ નહિ….? આજે ફિલ્મફેર અવોર્ડ છે, આપણે બધાં સાથે જોઈશું.’ વિભાએ શૈલીને બાથમાં લેતાં કહ્યું. શૈલીને લાગ્યું કે તે અવોર્ડ જીતી ગઈ છે; મમ્મીની હુંફ કોઈ એવોર્ડથી કમ ન હતી.
દિવસો પૂરા થયાં. શૈલી અને મમ્મીની શરત કે જેના જજ બા હતાં એ આજે પૂર્ણ થતી હતી. સાંજે બા, શૈલી, રમેશ, વિશેષ સૌ કોઈ હોલમાં ભેગા થઈને વિભાની રાહ જોઈ રહ્યાં. ડોરબેલ વાગતાંની સાથે શૈલી દોડી. બારણું ખોલતાંની સાથે જ મમ્મીને વળગી પડી. વિભા કંઈ સમજે એ પહેલાં જ એને ખેંચીને અંદર લઇ આવી. સામે સજાવેલા હોલની વચ્ચે ટેબલ પર ‘હેપી મધર્સ ડે’ લખેલી કેક મુકેલી હતી. વિભાની આંખમાં અચરજ અને આનંદનું સંમિશ્રણ ડોકાતું હતું. એ કંઈ બોલે એ પહેલાં જ શૈલીએ બોલવાનું ચાલુ કર્યું :
‘એટેન્શન એવરીબડી, હું કંઇક કહેવા માંગું છું. આજથી બરોબર એક મહિના પહેલાં મારી અને મમ્મી વચ્ચે એક ડીલ થયેલી અને એ મુજબ મમ્મીએ પોતાનામાં થોડોક બદલાવ લાવવાનો હતો તથા મારે મારું બધું કામ જાતે કરવાનું હતું. થેન્ક્સ ટુ બા…. કે જેમણે અમને બંનેને આમ કરવા રાજી કર્યાં અને કંઇક અંશે મજબુર પણ કર્યાં. મમ્મી આ એક મહિનામાં ઘણું બધું નવું શીખી. લેટેસ્ટ ટેકનોલોજી અને ટ્રેન્ડથી એ પરિચિત થઈ એનો મને ખૂબ જ આનંદ છે. હું એક વાત માની ચુકી છું કે મમ્મી યુ કેન ડુ એનીથીંગ. પણ….. હું બધું ના કરી શકી. મમ્મી અને બા, લેટેસ્ટ ટેકનોલોજી અને ટ્રેન્ડ હું આપના કરતાં વધારે જાણું છું પણ અનુભવ અને જ્ઞાનમાં હું આપનાથી જોજનો દુર છું. જીવન જ્ઞાન અને અનુભવોથી ઘડાય છે નહિ કે ઈન્ટરનેટ, ફેસબુક, મોબાઈલ, પાર્ટીઝ અને જીન્સથી. આજે હું કંઈ પણ છું એ આપ સૌને લીધે છું. સવિશેષ, મમ્મી તારી લીધે. અત્યાર સુધી હું દરેક ક્ષેત્રમાં નચિંત બનીને, પુરા ફોકસ સાથે, જોરદાર આત્મવિશ્વાસથી આગળ વધતી જતી હતી તેનું કારણ તું જ હતી. એન્જિનિયર બનવાનું મારું સપનું હું તારે કારણે જ પૂરું કરી શકી છું. તેં તારી જોબ છોડી, તારા શોખ ભૂલ્યાં, ફક્ત અને ફક્ત અમારાં માટે. તારો સમય તેં અમને આપી દીધો. તું ઈચ્છત તો કોઈ આયા રાખી અમને મોટાં કરી શકી હોત.
મમ્મી કોઈ દિવસ પછાત કે મોર્ડન નથી હોતી, એ તો બસ ‘મમ્મી’ જ હોય છે. રાતે જાગીને સુવડાવતી, અમને જમાડીને પછી જમતી, રમીને થાકેલાં આવીએ ત્યારે ગરમ ગરમ નાસ્તો તૈયાર રાખતી, પરીક્ષામાં પોતે ચાર વાગી ઉઠીને મસ્ત ચા બનાવીને પછી અમને વાંચવા ઉઠાડતી, ક્યારેક ક્યાંક અટવાયા હોય તો રસ્તો શોધી આપતી, બિમારીમાં દવા બનતી, સારા-નરસાનો ભેદ સમજાવતી, સાથે રમતી-રમાડતી, થાક અને કંટાળાને સ્મિત પાછળ ધકેલી દેતી, વગર કહે મનની વાત સમજી જતી, એ જ મમ્મી છે. કદાચ, દુનિયામાં સર્વત્ર મમ્મી સરખી જ હોય છે. હા, આજે કેલેન્ડરમાં ‘મધર્સ ડે’ નથી પણ મારી માટે છે. આજે હું ખરેખર સમજી છું કે મા શું છે. પ્રેમ, હુંફ, હિંમત અને એક આધાર છે મમ્મી….. બીજું કેટલુંય છે એ; શબ્દોમાં વ્યકત ના કરી શકાય એને….. અને હું ગર્વ અનુભવું છું કે હું મારી મમ્મીની દીકરી છું. અત્યાર સુધી હું ફક્ત મારા વિશે જ વિચારતી હતી, મારે માટે જ જીવતી હતી, મારે આ જોઈએ છે, મારે આ કરવું છે પણ ધીરેધીરે ખબર પડી કે હું કેટલી બધી સ્વકેન્દ્રિત હતી. મમ્મી, હું પ્રોમિસ કરું છું કે હું મારાં કામ જાતે કરીશ અને તને મદદ પણ કરીશ. પણ….હા, તારે પ્રોમિસ કરવું પડશે કે દિવસનો થોડોક સમય તું મમ્મી, પત્ની કે વહુ નહિ ફક્ત ‘વિભા’ બનીને રહીશ.’
આટલું બોલતાની સાથે જ શૈલી આંખોમાં આંસુ સાથે વિભાને વળગી પડી. વિભા અને બાને લાગ્યું કે શૈલીને હવે માની વ્યાખ્યા બરાબર સમજાઈ ગઈ છે.
58 thoughts on “માની વ્યાખ્યા – નિશિતા સાપરા”
ખુબ સુંદર…
Speechless true story……
Such a nice story. I really liked it.. Very nice……
મા નિ વ્યખ્યા તેનથિ દુર જ્ઈને જ સમંજાય
reality of present days, marvelous story
એ વૃક્ષ છે અધૂરું જેના પાન ના હોય,
એ ચમન છે અધૂરું જેમાં ફૂલ ના હોય,
એ ગગન છે અધૂરું જેમાં સુરજ ના હોય,
એ જીવન છે અધૂરું જેમાં માં ના હોય.
NICE STORY ,,,,, UR STORY SPEAK THAT DO CHANGE UR PERSONALITY BUT NEVER CHANGE UR ATTITUDE AND YOURSELF ,,,, GOOD NICE GOING ,,,,,,,
it is very nice and true story.
માં તે માં, બાકીનાં વગડા નાં વા.
માં તો ભગવાન નુ બીજુ રૂપ છે.
કોઇ સાથે તેની સરખામણી વ્યર્થ છે.
નિશિતા, હાર્દિક અભિનન્દન્
ખુબ સુદર વાર્તા. ઑસમ ઓસમ .
પ્ર્યત્નથિ વધુ સારિ વાર્તા અને પકડ આવસે
very good story, i like it.
ખુબ જ સરસ.
Really true and really nice story. Congrats Nishitaben.
True about mother .nobody take place for maa.
ખુબ જ સરસ…….ખુબ જ સરસ………….ખુબ જ સરસ.
APNA AJ NA SAMAJ NA MARA MANVA PRAMNE DAREK 10 MA THI 5 GHAR MA AA STORY NA PATRO JIVANT CHE …. KADACH HU KHOTO HOI SAKU
(STORY WRITER NISIHTABEN NE MARA KOTI KOTI VANDAN JE AJ NI PEDHI NE AVA SANSKARI LEKHO PRADAN KARE CHE……..)
Dear Nishita,
This is real & true story. Keep it up your great work. Really awesome.
very nice
ખૂબ જ સુદર લેખ, મજા આવી ગઈ
That’s awesome story,,,,it has brought tears to my eyes and reminded me of my own mum who is far from here really missing her and want to see her and like wise this story want to hug her……I love my mom….it is amazing story 🙂
સુંદર વાર્તા.દાદીઓએ પણ બદલાવું પડશે,મમ્મીને સાથ કોણ આપશે?
Speechless.. truly awesome..
Simply superb..
I like this story very much.Its really superb story.
ખુબ સુન્દર..
ખુબ જ સરસ…
આ એક આધુનિક બોઘ કથા છે. જો આવિ વાર્તાઓ એક ચોપડિ મા હોય તો બાલ્કો ને જિવન ન એક વિષય તરિકે આપિ શકાય.
KHUB J SUNDAR VARTA CHE, MAA E MAA J HOY CHE ENE PACHAT K MODERN THI KAI LEVADEVA JEVU HOTU NATHI, EK NIRNTAR VAEHTU PREM NU MITHU JARNU,
જમાના ને અનુરુપ વાર્તા.
મોટા પાસેથેી નવેી અપેક્શા રાખનારે જવાબદારેી પણ પુરી કરવી જોઈયે.
નિસિતા તમ્ને ખુબ જ અભિનન્દન આવિ સરસ્ વારતા લખવા બદ્લ્
મમ્મિ અને પપ્પા
I did not know that we have such a nice writer in our family who not tells true but also uplift the morel of family. Nishitha we are proude of you. Keep it up and keep writing such nice way. Keep alive india in USA.
Aewsome story…..
janani & janm bhumi swarg karta pan chdiyati hoy 6e…..
🙂
me meri mummy se bahot puaar karta hu. wo sab pal yaad dila diya aapne jo mummy ke sath bita raha hu.
me bhi bahot masti karta hu mom ke sath aur utna kai jayda pyaar bhi nishita ji
muje achhi lagi aapki ye story.to me to like 100% karuga hi.
thank u
nishita ji
સમય્ પરિવર્તન તથા પોતાનુ બુધ્ધિકૌશલ ,સમય સુચક્તા વાપરવિ જરુરિ
That’s awesome story…….it has brought tears to my eyes and reminded me of my own mum who is far from here really missing her and want to see her and like wise this story want to hug her……I love my mom….it is amazing story
OSAM I LIKE & LOVE TOOOOOOOOOOOO MUCH THIS STORY FROM THE BOTTOM OF MY HEART.
I LOVE MY MOTHER.
I CAN’T EXPLAIN MY FEELINGS 4 THE STORY.
IT’S WONDERFUL.
Thank you Ms. Nishita Sapra for writing and sharing this wonderful story with us.
The start itself of your story is so impressive…It is good enough to make someone read it through the end.
All the three characters in this story are wonderful.
The eldest character in the story Mahalaxmiben (Ba) is so tactful. I think her role was the most important. She knew how to handle the situation so well. Because of her wittiness, the other two characters learned the most important lessons of their lives. Her dialogues are so witty: ‘વિભા, એ છોકરું નથી. મમ્મીને પછાત કહી શકે એટલી મોટી થઇ ગઈ છે. તને સુધરવાનું કહે છે તો એ પણ એના કામ જાતે કરી જ શકે છે. કેમ બરાબરને બેટા ? જો તું તારા મિત્રો સાથે એકલી પિકચરમાં કે હોટલમાં જઈ શકતી હોય તો તું તારા કામ પણ જાતે કરી જ શકે છે.’
Vibha – Shaili’s Mother also played a very good role. She understood how she should act to the situation (as per her mother-in-law’s instructions) and lived for herself all the time for one-month. She enjoyed the most of it.
Shaili – Through this whole exercise, she was the one who learnt the most. She valued her Mother even more than before and she could get a exact feeling of what her Mother has been doing for her all her life (after giving so many sacrifices).
Overall, I think this story should be implemented in practical lives too. One month of freedom to Mom and kids should take all the responsibilities on their own. It would be fun to watch the mess that will happen 🙂 Still, all of us should try to give few days to our Mothers to live the life they want to live (free from all responsibilities) and we as kids should behave well and matured at least during that period of time!
Thank you once again for such a thoughtful story…
ખુદ ભગવાનને પણ મા વગર દુનિયા અધુરી લાગી તેથી જ તો કહેવાય છે કે ‘‘ મા તે મા બીજા બધા વગડાના વા ‘‘….. આઇ લવ માય મોમ ટુ…..
‘‘ મા તે મા બીજા બધા વગડાના વા ‘‘….. કોઇ સાથે તેની સરખામણી વ્યર્થ છે.
ખુબ જ સુન્દર…………
કેટલુ સુન્દર….મા નુ સ્થાન આ જગત મા કોઈ ન લઈ શકે…. જનનિ નિ જોડ જગે નહિ જડૅ રે લો લ !!!!!!!!!
સરસ….. Get Some Tears in eyes….
મા તે મા બીજા બધા વન વગડા ના વા.
ખુબજ સમ્વેદન્શેીલ લેખ્.
માનુ સ્થાન તો કોઈજ ના લઈ શકે.
“મા ભગવાનનુ રુપ “
Very good article. we know our mother’s importance when we go to our husband’s house. we missed her very much
નિશિતાબેન,
આપની વાર્તા ઘણી સારી રહી. અભિનંદન ! … પરંતુ …
રોજબરોજના શબ્દોની જોડણીની અસંખ્ય ભૂલો આંખ અને મગજને ખટકી. જેવી કે…
મુકી { મૂકી }, બુમ { બૂમ }, સુઈ { સૂઈ }, હુંફ { હૂંફ }, મજબુર{મજબૂર }, પુરા { પૂરા } વગેરે. યાદ રહે ;- બે અક્ષરના તદ્ભવ શબ્દમાં પ્રથમ અક્ષર માં લાગેલાં ઇ કે ઉ દીર્ઘ જ હોય. દા.ત. ; બૂમ .
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
બોવજ અદ્બ્ભુત વાર્તા
બહુ જ સરસ
જિવનમા કેતલબઘા ર્ંગો હોય. પણ એમા મા એ મા જ હોય.ગ્ ઘરતી પરનું સ્વર્ગ ચ્હે તો તે ચ્હે માતાના ચરણોમા સજ્.
નિશિત મેદમ,
વાર્તા ખરેખર ખુબ સરસ છે. વાર્તાના ત્રણેય પત્રોનો સંવાદ સચોટ છે. વાર્તાની શરૂઆત વાંચનારને છેલ્લે સુધી પકડી રાખે તે રીતની છે. વાર્તા વાંચવાનું ખુબ મજા આવી.
મા કેહેતા મોધુ ભરાય
(૧)જયારે નાનો હતો ત્યરે માનિ પથરિ ભિનિ કર્તો હતો,
હવે મોતો થયો મા નિ અન્ખો ભિનિ કરુ ચુ.
(૨)મા પહેલા જ્યારે આન્સુ આવતા હતા… ત્યારે તુ યા અવતિ હતિ,
આજે તુ યાદ આવે ચે, તો આન્ખોમા આન્સુ ચલકાય ચે.
હ્દય નિ વાત કહેી
વરત સરસ છએ
Nice story..
Family means Love, Happiness & Respect. Elders love to youngers & Youngers give respect to Elders. There should not be any comparison any time. Otherwise, it spoil the atmosphere of home.
The story give guidence to kids what is the value of Elders’ love & their services to family. The Value System of our each Home build the Value System of entire society.
શ્રિભાગવત ગિતામા ભગવાન શ્રિ ક્રિશ્ના કહે છે કે પરિવર્તન એ સનસાનો નિયમ છે, પણ આપડૅ તેને બદલવા માગિઍ છે કે જેને આપણાને જન્મ આપિયો છે….
જયશ્રિ ક્રિશ્ના
બહુ સુંદર વાર્તા.
ખાસ તો આજના સંતાનો, જેમને માએ મોટા કર્યાં, શરૂઆતમાં ભણાવ્યાં, તેમને આગળ વધવા માટે પોતાનેી ઈચ્છાઓને-જરૂરિયાતોને પણ બાજુએ મુકીને પણ સંભાળ રાખી, એ સંતાનોએ ખાસ વાંચવા જેવી સુંદર બોધદાયક વાર્તા….
દરેક માતા-પિતાએ પોતાનાં સંતાનને સ્વાવલંબી બનતાં શીખવવું જ જોઈએ. એ દીકરી હોય કે દીકરો. ઘરની દરેક વ્યક્તિ ઘરની જવાબદારીઓ વહેંચી લે તો દરેકને પોતાનું જીવન જીવવા મળે.