કાવ્યકૂંપળ – સંકલિત

[1] સગપણ – ડૉ. ધૈવત શુક્લ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદિત સર્જક ડૉ. ધૈવતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ketanraval2k@hotmail.com સંપર્ક કરી શકો છો.]

આપણું તો ક્યાં કશું પણ હોય છે,
એક કાચું શ્વાસનું સગપણ હોય છે.

સ્વપ્ન જેવું એમ સતત જીવતા રહ્યાં,
જે હકીકતમાં તો મરણ હોય છે.

યાચવું જોડીને હાથ, એક ઈશ્વર પાસે,
જિંદગી પણ કાંટીયું વરણ હોય છે.

મોગરાની મહેક, સુગંધ-સુગંધ છેક-છેક,
એ રસ્તે એવું નસીબ પણ હોય છે.

એક દિશા માં ઠોકર મળે, દિલ રડે ત્યાં,
એ દિશામાં ‘આનંદ’ જેવું જણ હોય છે.
.

[2] પગરવ – મિલન પંડ્યા

[ અમદાવાદ સ્થિત નવોદિત સર્જક શ્રી મિલનભાઈની આ પ્રથમ રચના છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે milan.gamot@gmail.com સંપર્ક કરી શકો છો.]

દિલ પર પડ્યા પ્રિતના પગરવ,
છાના પગલે એ ઘરમાં આવ્યા હશે…

ટહૂકી ઊઠ્યા છે આ વનમોર,
તમે જ આ શીતળ છાંયડાઓ વાવ્યા હશે…

ગુલ્મહોર પણ આ મહેકી ઊઠ્યા છે,
કોણે ખુશ્બૂ ભરી એને મહેકાવ્યા હશે…

ગાયોના ધણ પણ ઝૂમી ઊઠ્યા છે આ,
એ મીઠી મધુરી બંસરી સાથે લાવ્યા હશે…

ધડકનો હવે મારી કાબુમાં નથી રહેતી,
માધવે જ મારા ખ્યાલોને બહેકાવ્યા હશે…
.

[3] રણમાંથી ગૂજરવું – ધીરેન્દ્ર કંસારા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ધીરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dhirendr.kansara@yahoo.com સંપર્ક કરી શકો છો.]

પણ હવે બધું નકામું થઈ જશે.
હવે ધૂળો ઊડવાની શરૂ થઈ ગઈ છે…

ચોમેર ધૂંધળાશ ફેલાશે.
હવે આગળનો માર્ગ-ફાંટાળો નહીં દેખાય,
જેની આપણને ચિંતા હતી.
હવે પાછળ રહેલ પગલાઓ પણ
ભૂંસાય જશે.
હવે ધૂળો ઊડવાની શરૂ થઈ ગઈ છે…

સમગ્ર ચિરંતતા વ્યાપ્ત થશે
આ લૂખી ધૂંધળાશથી.
ધૂંધળી ઈન્દ્રીયો સાથે ગર્ક થશે
કાફલો ધૂંધળાશમાં…
છેલ્લીવાર જોઈ લો, કદાચ
દૂર દૂરની કલ્પેલ ડેરીની ધજાનું
લાલ દુન્યવી ટપકું.

ઊંટનું ગાંગરવું સાંભળવું કદાચ છેલ્લીવાર
પછી વિખરાતા શ્વાસનો સન્નાટો કેવળ…
પાણી ઝમતા કૂંજાને સૂંઘવું કદાચ છેલ્લીવાર
કંઠે બાઝશે ખારાશ ખરતા ખરતા.
પાછળ ફરીને જોઈ લેવું,
પણ રહ્યું કદાચ છેલ્લીવાર…
હવે કશું પાછળ નહીં રહે,
કશું આગળ નહીં.
હવે ચોમેર ધૂંધળાશ ધૂંધળાશ…

રણમાંથી ગૂજરવું આમેય
અમસ્તું તો ન હોય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “કાવ્યકૂંપળ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.