શકતું નથી – કિરીટ ગોસ્વામી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

ઝંખના તારી ત્યજી શકતું નથી,
સાવ મન ખાલી થઈ શકતું નથી.

ભીડથીયે દૂર ભાગે છે સતત;
એકલુંયે દિલ રહી શકતું નથી.

એક મોજું ઊછળે છે ક્યારનું,
આભને કિન્તુ, અડી શકતું નથી !

આમ જે લાગે સતત મારી નિકટ;
એનું સરનામું મળી શકતું નથી.

છે બધાં, મહેમાન માફક વિશ્વમાં;
કાયમી કોઈ રહી શકતું નથી.

Leave a Reply to Jaimini Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “શકતું નથી – કિરીટ ગોસ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.