શકતું નથી – કિરીટ ગોસ્વામી
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
ઝંખના તારી ત્યજી શકતું નથી,
સાવ મન ખાલી થઈ શકતું નથી.
ભીડથીયે દૂર ભાગે છે સતત;
એકલુંયે દિલ રહી શકતું નથી.
એક મોજું ઊછળે છે ક્યારનું,
આભને કિન્તુ, અડી શકતું નથી !
આમ જે લાગે સતત મારી નિકટ;
એનું સરનામું મળી શકતું નથી.
છે બધાં, મહેમાન માફક વિશ્વમાં;
કાયમી કોઈ રહી શકતું નથી.



સુંદર…
“ભીડથીયે દૂર ભાગે છે સતત;
એકલુંયે દિલ રહી શકતું નથી”
ઝંખના તારી ત્યજી શકતું નથી,
સાવ મન ખાલી થઈ શકતું નથી
વાહ જનાબ વાહ…. કીરીટભાઈ ની ગઝલો અફલાતુન અને મર્મસ્પર્શી છે.
Wah Khubj Sundar Gazal 6e.
Tamari Biji Gazalo Pan Me Vanchi 6e Khubaj Saari Hati,
R U Techer’s of The Muninicial High School ?
wow!
,bahu sundar.
Wah saheb wah….
Aapni kalpanasakti ne kalam vde kagad ma utarta koi roki saktu nathi…aapni aa amulya vicharshakti ne koi jokhi sktu nathi..
છે બધા, મહેમાન માફક વિશ્વ્મા કાયમી કોઇ રહી શકતુ નથી………
કેમ છો …..
બહુ સરસ……..
બહુ જ સરસ કવિતા
Kiritbhai amazing heart touching gazal.
Thanks.
સુંદર રચના. અભિનંદન