ગઝલ – ચંદ્રેશ મકવાણા

ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં
જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં

દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું
હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યા

રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી
વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યા

ના તો રડી શકી ના જરા એ હસી શકી
કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યાં

બાંધીને એ બેઠા છે ક્ષણેક્ષણનાં પોટલા
ને આપણે વરસોનાં વરસ ટાળતા રહ્યાં

આંખોના ઓરડામાં અછતના દીવા ધરી
મનના ખૂણેખૂણાને અજવાળતા રહ્યા.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પીડાજનક છે – હરીશ ધોબી
ઘર એટલે…. – સં. કાન્તિ પટેલ Next »   

4 પ્રતિભાવો : ગઝલ – ચંદ્રેશ મકવાણા

 1. Shekhar says:

  This is not for the Gazal but for Mr. Mrugesh Shah.
  It seems that Mr. Shah is taking lots of off days. This site is not charging any money but indirectly viewers pay in the form of donations. It is expected that Mr. Shah is dedicated to this noble cause of providing the regular Gujarati reading to viewers. However it is funny. He is to take two days of each week by pushing some poems/songs. Then there are lots of reasons I have seen since last year.
  You don’t deserve any of the donations.

  • Editor says:

   નમસ્તે શેખરભાઈ,

   આપનો આ જ પ્રતિભાવ મને મારા ઈ-મેઈલ પર પણ પ્રાપ્ત થયો છે. સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરવા માટે આપને પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ દરેક જગ્યાએ આપનું ઈ-મેઈલ એડ્રેસ ખોટું છે – એમ જણાવતાં ઈ-મેઈલ પરત આવી જાય છે. જો આપ મારી પાસે ઉત્તરની અપેક્ષા રાખતા હોવ તો આપનું સાચું ઈ-મેઈલ એડ્રેસ તુરંત જણાવશો.

   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

 2. Lata Bhatt says:

  ખૂબ સુંદર ગઝલ અભિનંદન

 3. jigna trivedi says:

  ગઝલ માણવાની મજા આવી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.