પીડાજનક છે – હરીશ ધોબી

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

ન અણસાર કોઈ ન કોઈ ઝલક છે,
અને બચવાની પણ ન એકેય તક છે !

થયું ધ્વસ્ત ક્ષણમાં મનોવિશ્વ આખું,
વધુ આત્મવિશ્વાસનો આ સબક છે !

જૂનો પત્ર આવ્યો ફરી વાંચવામાં,
ફરી આજ થોડીક ભીની પલક છે.

ગઝલ એટલે શું હું કહેતો થયો પણ-
જવાદો એ વાતોય પીડાજનક છે.

હવે દોસ્ત, ગઈકાલનો જિક્ર ના કર,
ગઈકાલને આજમાં બહુ ફરક છે.

એ શોધે છે મારો પતો એમ પૂછી,
‘હરીશ’ નામ છે એનું ‘ધોબી’ અટક છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પીડાજનક છે – હરીશ ધોબી”

Copy Protected by Chetan's WP-Copyprotect.