[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
આ શબ્દ હવે છૂટે તો સારું !
– આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે…
…………. વાટ ખૂટે તો સારું….. … આ શબ્દ….
આ સંબોધનોમાં, સંબંધોમાં,
…………. માયાની માયામાં,
આ પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે
…………. એના પડછાયામાં !
– આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ
…………. હવે છૂટે તો સારું…… …. આ શબ્દ…..
આ ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
…………. ક્યાં અંતરને આરે,
આ ભીતરથી કોઈ સાદ કરે છે :
…………. પાછા ફરશું ક્યારે !
– આ જીવતર જેવું જીવતર અટવાયું છે,
…………. જાળ તૂટે તો સારું !
આ શબ્દ હવે છૂટે તો સારું !
– આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે…
…………. વાટ ખૂટે તો સારું….
6 thoughts on “આ શબ્દ – માધવ રામાનુજ”
ખુબ સુંદર
“આ શબ્દ હવે છૂટે તો સારું !
– આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે…
…………. વાટ ખૂટે તો સારું”
શબ્દો ખૂટી ગયા…શું કહેવું ખબર પડતી નથી,,,પણ આ રચના મનને સ્પર્શી ગઈ…
શબ્દશિલ્પી, શબ્દોના જાદુથી જ મૌનને બોલતુ અને વહેતુ કર્યુ. અભિનંદન.
શબ્દ અને મૌનિ સરસ મજા આવિ
માધવભાઈ,
આપની સચોટ રચના મજાની રહી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
the video of this song is on you tube.sung by shekhar sen .enter aa shabd have chhute to saru