હાથ થયા હથિયાર – જયા મહેતા

પથ્થર હાથમાં હોય ત્યારે….
પથ્થર ઈતિહાસ છે, પથ્થર ઈમારત છે, પથ્થર શિલ્પ છે
ગાંધીનું ઈશુનું બુદ્ધનું.
પથ્થર સ્મૃતિ છે, પથ્થર સમૃદ્ધિ છે, તાજમહાલથી.
પથ્થર પાળિયો છે પથ્થર પાયો છે
ક્યારે શીખ્યા આપણે આ બધું ?
પથ્થર હાથમાં હોય તો તાકાતનો અનુભવ થાય છે
અને ભૂલી જવાય છે કે ઘવાય છે ત્વચા
ત્વચા શ્વેત હોય કે શ્યામ
અણિયાળા પથ્થરથી ઘવાય છે ત્વચા અને
પથ્થર હાથમાં હોય તો
ભૂલી જવાય છે કે
પછડાટ ખાધેલા માણસને પાણી પાઈ શકાય છે અને
ભૂલી જવાય છે કે
દુશ્મનને પણ પાણી પાઈ શકાય છે
ભૂલી જવાય છે બધું જ
પથ્થર હાથમાં હોય ત્યારે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નારી સંવેદના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – કાજલ ઓઝા-વૈદ્ય
આ શબ્દ – માધવ રામાનુજ Next »   

3 પ્રતિભાવો : હાથ થયા હથિયાર – જયા મહેતા

  1. સુંદર….

    આપણા હાથમાં પથ્થર/તાકાત/શક્તિ હોય છે ત્યારે આપણે બીજાની કમજોરી કે તકલીફો ભૂલી જઇએ છીએ એ વાત સુંદર રીતે રજુ કરી છે

  2. sumeet says:

    ખુબજ સરસ…

  3. વાહ જયા પથ્થર નુ પન એક અલગ અસ્તિત્વ ચે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.