[1] લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
[2] નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, ફક્ત કંપની જુદી છે.)
[3] સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
[4] આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
[5] દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મૅસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
[6] પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
[7] યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે. માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
[8] અઠવાડિયે એક વાર એક્સપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈંજેકશન લેવું.
[9] શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
[10] આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.
સહી
અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેક્ટિશનર
5 thoughts on “પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ”
વાહ મજા આવી ગઇ.
શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
સુંદર.
સુંદર …. “આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.”
Unusual… Maja padi
હેમેનભાઈ,
આપનું આ નવતર પ્રિસ્કિપ્શન ગમ્યું.કવિતા કરનાર માટે ઘણું ઉપયોગી છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
એક્દમ જોરદાર……
નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, ફક્ત કંપની જુદી છે.