સુખનું સરનામું આપો;
……….. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
…………………………………….. સુખનું સરનામું આપો.
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
……….. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
……….. મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
……….. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
10 thoughts on “સુખનું સરનામું – શ્યામલ મુનશી”
Supur
Beautiful
Short but very sweet poem, Sir. Can you not favour us, the readers, with arranging to publish your favourite poem “POPAT” through this renowned medium ‘Readgujarati.com’? I am cock sure that everyone, whoever will read that poem, will certainly like it. Will you favour us, will you?
મૌલિક. મન અને મુગજળના અંતરને માપવાની વાત ગમી વિચારની તાજગીએ સુખનો અહેસાસ કરાવ્યો. અભિનંદન
સુપર્બ્
ખુબ સુનદર્
પ્રભુએતો સરજેલુ ચ્હે સુખ મનમનૌ શોધિ લે ચ્હે દુખ
very nice poem..
મુનસી સાહેબ,
મન અને મૃગજળ વચ્ચેનું અંતર જાણી લેવાનું સમજાવતી આપની રચના ખૂબ જ ગમી? આભાર.
કાલિદાસ વ. પટેલ (વાગોસણા)
Superrrrrrr