માનવીના રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
…………………. એક સનાતન શ્રાવણ !
એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા;
તેજછાયાને તાણેવાણે
…………………. ચીતરાયું ચિતરામણ !
એક અંધારથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા,
…………………. ઓશિયાળી અથડામણ !
આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં,
ભલભલા માંહી ભૂલા પડે તોય
કારમાં કેવાં કામણ !
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
…………………. એક સનાતન શ્રાવણ
…………………. માનવીના રે જીવન !
4 thoughts on “માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી”
સુંદર
વાહ જિન્દગિ આવિ જ ચે તેમા સુખ દુખ આવવાના ને તેને હસ્તે મુખે સ્વિકારવાના
સરસ……
સુંદર