સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

આપ કરી લે ઓળખાણ
…………… એ સાચા શબદનાં પરમાણ

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
…………… પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમતળ ઢાળે
…………… ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે.
અંતરથી એમ ઊઠે ત્યારે
…………… વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી
આજ ફરી પાછા મોરલા બોલે – કનુ અંધારિયા Next »   

1 પ્રતિભાવ : સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

  1. devina says:

    ખુબ સરસ …

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.