નિસર્ગ અને માનવ – બાનકી મૂન

[ ડેવોસ, સ્વીટ્ઝરલેન્ડ ખાતે 28-1-2011ના રોજ વૈશ્વિક આર્થિક ફોરમની મળેલી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે કરેલા સંબોધનના કેટલાક મહત્વના અંશો અહીં ‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.]

[dc]એ[/dc]ક માની લીધેલા તથ્યને આધારે જ વીતેલી સદીના ઘણા વર્ષો સુધી વિશ્વનો આર્થિક વિકાસ કરવામાં આવ્યો. એમ માનીને કે આપણી પાસે કુદરતી સંપત્તિ અમાપ પડી છે. આથી આપણે ખાણોમાંથી ખોદી ખોદીને વિકાસ કર્યે રાખ્યો. આમ આપણી સમૃદ્ધિનો રાહ બધું જ ઓહિયાં કરીને સર્જ્યો. થઈ રહેલા, થવાના પરિણામોની ચિંતા કર્યા વગર વાપરી કાઢવામાં જ તલ્લીન રહ્યા. એ દિવસો હવે પૂરા થયા છે. અત્યારે, આ 21મી સદીમાં બધું જ ખૂટી રહ્યું છે. હવામાનના ફેરફારો અનિયંત્રિત થઈ રહ્યા છે. હવામાન અંગેની જે અગાઉની ધારેલી સ્થિરતા હતી તે ભૂલી જવાય તેટલી કાલગ્રસ્ત થઈ ગઈ છે. આજે તો જલવાયુ પરિવર્તન માનવજાતને ભયાનક દર્શનો કરાવી રહ્યાં છે – એની કથા તો દરેક રાષ્ટ્રોએ જે ભયાનક કુદરતી હોનારતોને આમંત્રણ આપ્યાં છે તેમાંથી છતી થતી જ રહે છે. કેમ જાણે બધાએ મળીને સામૂહિક આત્મહત્યા કરવાના કરાર ન કર્યા હોય ? એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આવા કપરા સમયે આપણે શું કરવું જોઈએ ? સંસાધનોની ખેંચ વર્તાઈ રહી છે તેવા કાળમાં વિકાસ કેવી રીતે સાધીશું ? નિસર્ગ અને પર્યાવરણના જતનની કાળજી લેવાની સાથે ગરીબોને ગરીબીમાંથી મુક્ત કરવાની આર્થિક વિકાસનીતિ કેવી રીતે ઘડીશું ? આજે જે પર્યાવરણ સંતુલન ગુમાવી બેઠા છીએ તેને પાછું કેવી રીતે મેળવીશું ? આ બધા જ પુનઃવિચારના પ્રશ્નો છે. આજે અહીં ડેવોસમાં જે સમર્થ અને શક્તિશાળી મહાનુભાવો, જે દુનિયાની પરિસ્થિતિ માટે અસરકારક તેમજ ચાવીરૂપ દેશોના પ્રતિનિધિઓ છે, તેમની સામે ક્રાંતિ સર્જવાની વાત કરવી, એ થોડી અવાસ્તવિક લાગશે, છતાં મારે એ કહેવું જોઈએ કે તેને માટેની ઘડી આવીને ઊભી છે. આપણને હવે ક્રાંતિની જ આવશ્યકતા છે – વિચારમાં અને આચારમાં, વૈશ્વિક સંતુલન માટેની ક્રાંતિ.

ચિરંજીવ વિકાસ (Sustainable Development) શબ્દો ઉચ્ચારવા સહેલા છે. પરંતુ, તેને વાસ્તવિકરૂપ આપવા આપણી જીવનશૈલી બદલવાનો, આર્થિક ધોરણો, સામાજિક સંસ્થાઓ અને રાજકીય જીવનશૈલી – આ બધું જ પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. પાણી, ઉર્જા અને અન્નની સમસ્યાઓ આજે એટલી વિકરાળ સ્વરૂપ પકડી ચૂકી છે તેનો ઉકેલ કરવા માટે પર્યાવરણનું સંતુલન ખૂબ જરૂરી બની ગયું છે. આ કામ માટે નિમાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉચ્ચકક્ષાની સમિતિના બે સભ્યો, ફીનલેન્ડના રાષ્ટ્રપ્રમુખશ્રી હેલોનેન અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખશ્રી ઝુમાને મેં આગ્રહપૂર્વક કહ્યું છે કે આ કઠણ સમસ્યાનો ઉકેલ તેઓ મેળવી આપે. આ લક્ષ્ય આંબવા, તમારો સાથ અને તમારી આગેવાનીની માંગણી કરી રહ્યો છું. આપણે હવે ઘણી ઝડપ કરવી પડશે. નવતર બદલાવ માટે જહેમતભર્યા પ્રયત્નો તાત્કાલિક ધોરણે કરવા જોઈએ. કાર્યક્ષમતાપૂર્વક પુનઃપ્રાપ્ત ઉર્જાસ્ત્રોતોના વિકાસમાં લાગી જવાની આ વેળા છે. આ ઉર્જાની જેમને સૌથી વધુ જરૂર છે તેવા વિકસી રહેલા દેશોને પહોંચાડવાનું કામ એ આવતીકાલનું બજાર પણ છે.

[stextbox id=”alert” float=”true” align=”right” width=”250″]ચિરંજીવ વિકાસ શબ્દો ઉચ્ચારવા સહેલા છે. પરંતુ, તેને વાસ્તવિકરૂપ આપવા આપણી જીવનશૈલી બદલવાનો, આર્થિક ધોરણો, સામાજિક સંસ્થાઓ અને રાજકીય જીવનશૈલી – આ બધું જ પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. પાણી, ઉર્જા અને અન્નની સમસ્યાઓ આજે એટલી વિકરાળ સ્વરૂપ પકડી ચૂકી છે તેનો ઉકેલ કરવા માટે પર્યાવરણનું સંતુલન ખૂબ જરૂરી બની ગયું છે. [/stextbox]સંયુક્ત રાષ્ટ્રસંઘ જગતને જોડવાનો જે પ્રયત્ન કરવા ઈચ્છે છે તેમાં જોડાઈ જાવ. આ સૌથી વિશાળ કોર્પોરેટ છે જે સજીવ આગેવાની લેવા મથી રહ્યું છે. તમારી બધી વ્યૂહરચના સજીવ વિકાસના કામમાં લગાવો. તમારી વેચાણપ્રક્રિયા અને અન્ય વ્યાપારના બધા જ સિદ્ધાંતોને આ હરિત વિકાસની પ્રક્રિયામાં ભેળવી દો. આમ કરીને જગતભરને આ હરિત આર્થિક નીતિ અપનાવવા માટેની લીલી ઝંડી બતાવી દો. ચાલો, આપણે સાથે મળીને આ બધા મતભેદોની દીવાલો તોડી પાડીએ. વિકાસ અને પર્યાવરણ વચ્ચેની દીવાલને હવે દૂર કરીએ. વ્યાપારી સંસ્થાઓ, સરકારો અને વ્યાપક સમાજ વચ્ચે સર્જાયેલ દીવાલો તોડી પાડીએ. વૈશ્વિક સલામતી અને વૈશ્વિક ચિરંજીવીતા વચ્ચેની દીવાલ પણ નાબૂદ કરીએ. આ જ સાચા વ્યાપાર, વ્યવહાર તેમજ સાચું રાજકારણ અને સ્વસ્થ સમાજ માટેનો માર્ગ છે.

વિચિત્ર ગણાય તેવી આ વાત છે, આપણે માનવજાતના ઉજળા ભવિષ્ય માટે ભૂતકાળની પરિસ્થિતિ ફરી એકવાર પ્રાપ્ત કરવા મથીએ છીએ. આપણા પૂર્વજોએ નિસર્ગ અને માનવ વચ્ચે કોઈ ભેદ ગણ્યો ન હતો. પૃથ્વી ઉપર કેવી રીતે હળીમળીને સૌની સાથે એક થઈને રહેવાનું તે તેઓ સમજેલા હતા. આપણી આર્થિક સમજણો અને આપણા સમાજોએ એવા સુરીલા, સુમેળભર્યા જીવન-જીવવાની તેમના જેવી સમજણ ફરી મેળવી લેવાની છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આજ ફરી પાછા મોરલા બોલે – કનુ અંધારિયા
પુકારને કી હદોં તક હમ પુકાર તો આયેં ! – કાન્તિ શાહ Next »   

1 પ્રતિભાવ : નિસર્ગ અને માનવ – બાનકી મૂન

  1. vijay says:

    Crocodile Tears.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.