Archive for April, 2012

નારી સંવેદના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – કાજલ ઓઝા-વૈદ્ય

[ ‘અસ્મિતાપર્વ : 15’ ના આ વધુ એક વક્તવ્યને શબ્દસ્થ કરીને અહીં સંક્ષેપરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com  આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.] [dc]ન[/dc]મસ્કાર. એકવાર હું અશ્વિની ભટ્ટને ત્યાં ગઈ. મારે નોકરી જોઈતી હતી. તેમણે કહ્યું કે ‘કાલથી […]

જાણીતા વિજ્ઞાની ડૉ. પંકજ જોષી સાથે મુલાકાત – મૃગેશ શાહ

[dc]ઘૂ[/dc]ઘવતા સમુદ્ર કિનારે આવેલો મુંબઈનો કોલાબા વિસ્તાર. દરિયા કિનારા પાસેના મોટા ખડકોની બાજુમાં આવેલી નાનકડી પગદંડી અને તેની પાસે આવેલા નાળિયેરીના વૃક્ષોની આચ્છાદિત ઘાસનાં મેદાનો. અવાજમાં માત્ર પક્ષીઓના ટહુકાઓ. મનને આહ્લાદિત કરે એવો શીતળ હવાનો સંસ્પર્શ. આ પરિસર છે ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’નું અને મારી સાથે છે ગુજરાતી ભાષા સાથે નિસ્તબ ધરાવતા દેશના અગ્રણી […]

મારા દાદાગુરુ – આશા વીરેન્દ્ર

[ સત્યઘટના : ‘ભૂમિપુત્ર’ સામાયિક એપ્રિલ-2012માંથી સાભાર.] ડૉ. રાવનો હૈદ્રાબાદથી ફોન હતો, ‘હલ્લો વિજય, એક દુઃખદ સમાચાર છે. પ્રોફેસર સન્યાલ હવે આપણી વચ્ચે નથી. 7મી જુલાઈએ ખડગપુરમાં એમનો દેહાંત થયો.’ પ્રોફેસર સન્યાલ એટલે મારા ગુરુ ડૉ. દાસનાં ગુરુ. જેમના હાથ નીચે નહીં નહીં તો બેએક ડઝન વિદ્યાર્થીઓએ પી.એચ.ડી. કરેલું. એવા ડૉ. દાસના પી.એચ.ડી.ના ગાઈડ પ્રો. […]

હસતાં હસતાં સાચું બોલવાનું…. – વિનોદ ભટ્ટ

[ ‘મારું સત્ય’ નામના પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં અનેક સાહિત્યકારોએ પોતાના જીવનના અનુભવ, પ્રસંગોને આધારે પોતપોતાના સત્ય વિશે વાત કરી છે. અહીં પ્રસ્તુત લેખમાં શ્રી વિનોદભાઈ એક હાસ્યલેખક તરીકે પોતાનું સત્ય એકદમ હળવી શૈલીમાં રજૂ કરે છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક સત્યઘટનાથી શરૂઆત કરીશ. વર્ષો […]

સુગંધ અને સ્મૃતિ – વીનેશ અંતાણી

[ ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સુગંધ અને સ્મૃતિ’માંથી બે લેખો અહીં સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પત્ની-સંતાનોને વાટ જોતાં રાખો નહીં ઉદાહરણ ખાતર ઈન્ફોર્મેશન ટૅકનોલૉજી (આઈ.ટી.)ના ક્ષેત્રમાં કામ કરતા એક યુવકની વાત કરીએ. એ યુવક ભારતમાં રહીને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.