જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી

[ ‘જોક્સ જંકશન’ પુસ્તકના ભાગ-2માંથી કેટલાક જોક્સ આપણે ભાગ-1 રૂપે માણ્યા હતા. આજે આ જ પુસ્તકના ભાગ-1માંથી કેટલાક વધુ ટુચકાઓ ભાગ-2 રૂપે માણીએ.  પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-1’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી મન્નુભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9428503270 અથવા આ સરનામે lalitlad@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત આ ટૂચકાઓના અંતે આપવામાં આવી છે.]

અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે : નેશનલ અને ઈન્ટરનેશનલ’
બન્તાસિંગ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઈવરઝન !’
*******

‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’
‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય ?’
‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે !’
*******

પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ-ગોરો, બાળકો નથી.)
*******

સન્તાના બૉસની કૅબિનમાં જે વોશ-રૂમ હતો એનો અરીસો ઘસાઈને મેલો થઈ ગયો હતો.
બૉસે કહ્યું : ‘સન્તા, જાઓ એક ઐસા આઈના લેકર આઓ જિસ મેં મેરા ચહેરા દિખાઈ દે !’
સન્તા ગયો. ચાર દિવસ પછી પાછો આવીને કહે છે :
‘બૉસ, સારી દુકાનેં છાન મારી…. હર આઈને મેં મેરા હી ચહેરા દિખતા હૈ !’
*******

સ્કૂલમાં આગ લાગી ગઈ.
આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
પણ એક છોકરો ઉદાસ હતો.
બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
*******

ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
*******

કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
‘આપણે ફ્રિજ હાર્યે લઈ લીધું હોત તો સારું હતું….’
કાકા પૂછે છે : ‘કાં ?’
કાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટું ઈ ફ્રિજ પર જ રઈ ગ્યાં છે.’
*******

મોબાઈલ સ્વામીજી કહે છે : ‘બેટા, મોબાઈલ તો નિર્જીવ હૈ, સીમ ઉસકી આત્મા હૈ, એસએમએસ વો જ્ઞાન હૈ જો નિરંતર બઢતા હૈ ! ઈસલિયે હે પ્રાણી, બૅલેન્સ કી મોહમાયા કા ત્યાગ કર ઔર મેસેજ કર… નિરંતર મેસેજ કર…’
*******

સન્તા, બન્તા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા.
‘તીન સવારી મના હૈ.’
બન્તા કહે : ‘ઈસલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈં !’
*******

ડૉક્ટર : ‘ખાંસી કેમ છે ?’
દરદી : ‘એ તો બંધ થઈ ગઈ. પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.’
ડૉક્ટર : ‘ચિંતા ના કરો, એ પણ બંધ થઈ જશે !’
*******

કૉલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બા જેવા જ હોય છે. પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’ કોચ હોય છે. વચ્ચેની 3 થી 7 બેન્ચો ‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે અને છેલ્લી બે બેન્ચો વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે !
*******

સન્તા ઍકઝામ આપવા ગયો. એણે ઍક્ઝામિનરને પૂછ્યું :
‘સર, આન્સરશીટ કે પહલે પન્ને પર ક્યા લિખું ?’
‘લિખો, ઈસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહીં હૈ !’
*******

એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે. ટ્રેન દૂરથી આવી રહી છે. પોતે હજી પાટાથી ઘણો દૂર છે. એ ફટાફટ ગણતરી કરવા માંડે છે….
વી (ટ્રેનની સ્પીડ) = 100 કિમિ.
ડી (ડિસ્ટન્સ) = 1 કિ.મી.
ડબ્લ્યુ (વજન) = 65 કેજી.
આઈ (ઈમ્પેક્ટ) = 1000 ટન.
હવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર ટ્રેનના એન્જિન આગળ પહોંચી શકું ? ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ?… એ રૂમ તરફ પાછો દોડ્યો !
*******

જી.ઈ.બી.(ઈકેક્ટ્રીસીટી બોર્ડમાં)માં વેકન્સી છે.
પગાર મહિને 42,000
નોકરી કરવી હોય તો અરજી કરો. મહેનતનું કામ નથી. બસ, વીજળીના તાર પર બેસી, ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે !
*******

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો ?
અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા ?
*******

શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :
‘એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ?’
એક છોકરાએ ઊભા થઈને કીધું : ‘પહેલાં એ તો કહો, એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ ?’
*******

સાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
વહુએ કહ્યું : ‘ઓકે.’
સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી : ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’
*******

સન્તા અને બન્તા ચેસ રમતા હતા.
સન્તા : ‘અબ બહોત હુઆ. હમ ખેલ બંધ કરતે હૈ.’
બન્તા : ‘ઠીક હૈ. વૈસે ભી તુમ્હારા ઘોડા ઔર મેરા હાથી હી બચા હૈ.’
*******

સસલો અને કાચબો 12મા ધોરણની પરીક્ષામાં બેઠા.
સસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા.
છતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું ! કેમ ?
સ્પૉર્ટ્સ ક્વોટા ! નાનો હતો ત્યારે રેસ જીતેલો ને ?
*******

[કુલ પાન : 196. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22146109. ઈ-મેઈલ : info@rannade.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

46 thoughts on “જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી”

Copy Protected by Chetan's WP-Copyprotect.