વિશેષ નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી પર ‘Responsive Layout’ ની સુવિધા ઉમેર્યા બાદ હવે તેની મોબાઈલ આવૃત્તિ અંગે કામ ચાલી રહ્યું છે. બધા જ પ્રકારના મોબાઈલ પર સરળતાથી ગુજરાતી વાંચી શકાય એ માટેનો એક માર્ગ કંઈક ઝાંખો-ઝાંખો દેખાઈ રહ્યો છે. એની પર આગળ વધવાનું કાર્ય ઘણું જટિલ અને સમય માંગી લે તેવું છે. આથી, આ સપ્તાહના અંત સુધી રીડગુજરાતી પર નવા લેખો પ્રકાશિત કરી શકાય તેમ નથી. ખાસ કરીને જ્યારે રોજ હજારો વાચકો વાંચી રહ્યા હોય ત્યારે રજા રાખવાનું મન નથી થતું પરંતુ  આ કાર્ય સમયસર પૂરું કરવા માટે આમ કરવાની ફરજ પડે છે. અત્રે એ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે કે રીડગુજરાતીની કોઈ ટીમ નથી. ટેકનિકલ ક્ષેત્રના વાચકમિત્રોની સહાયથી નવા સંશોધનો થતાં રહે છે અને નવી સુવિધાઓ ઉમેરવામાં મદદ મળતી રહે છે.  મોબાઈલ આવૃત્તિ અંગે અગાઉ ઘણીવાર આમ કરવું પડ્યું છે. મોટેભાગે નિષ્ફળતા પણ મળી છે પરંતુ તે છતાં મનમાં એમ થાય છે કે જો આમાંથી કોઈ પણ રીતે કોઈ માર્ગ મળી આવે તો હજારો ગુજરાતી વાચકો પોતાના પ્રવાસ દરમિયાન પણ સાહિત્યના સંપર્કમાં રહી શકે. બે-ત્રણ વાચકમિત્રોએ આનો એક માર્ગ શોધી કાઢ્યો છે અને આ બસ, આ ચાર દિવસમાં તેની ખોજ કરવાની છે !

આપ સૌની શુભેચ્છાઓ ચાહું છું અને આપ સૌના સહકારની અપેક્ષા છે. જો આપ પ્રોગ્રામિંગ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા હોવ અને આ બાબતમાં આપનું કોઈ સૂચન હોય તો મને ચોક્કસ લખીને મોકલો. નવા લેખો સાથે આવતા સપ્તાહે સોમવારની સવારે મળીશું.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી
+91 9898064256.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “વિશેષ નોંધ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.