અટકી અટકી આગળ ચાલ્યા !
શ્વાસ કદી ક્યાં સમથળ ચાલ્યા ?
ઊંચું નીચું થયું હૃદય તો…..
ભીડી હૃદય પર સાંકળ ચાલ્યા !
મૂકી માહ્યલા માથે કરવત,
લોક લૂંટવા ઝળહળ ચાલ્યા !
દીકરી ચાલે જેમ સાસરે,
એમ આંખમાંથી જળ ચાલ્યા.
પીડાની પોટલીઓ ઊંચકી,
અમે નસીબની પાછળ ચાલ્યા !
2 thoughts on “ચાલ્યા – ચંદ્રેશ મકવાણા”
Katokatini koi palnu madur alekan.very nice
મૂકી માહ્યલા માથે કરવત,
લોક લૂંટવા ઝળહળ ચાલ્યા !
કમાલ છે આપની કલમમાં..!