બે તપેલી, એક લોઢી, પાટલી, વેલણ હતાં,
મ્હેલમાં ચૂલો ને જૂનાં બારણાં બળતણ હતાં.
ને હતી તલવાર જે ભંગારમાં પણ જાય ના,
પૂર્વજોના સાંભળેલાં યાદ સમરાંગણ હતાં.
આખરી જાહોજલાલીના પુરાવા રૂપ કૈં,
સાવ તારેતાર મોંઘા ખેસ ને પ્હેરણ હતાં.
આખરી કારજ કર્યું’તું ગીરવે મૂકી બધું,
ચીપ સોનાની મઢ્યા એ આખરી કંકણ હતાં.
છોડવું’તું ગામ પણ છૂટી ગયું આખું જગત,
રાજવીને રાજ સાથે પ્રાણનાં સગપણ હતાં.
5 thoughts on “રાજવી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”
Very Nice, Rajeshbhai…!
Khub o6a shbdo ma jane ek aakhi jivayeli jindgi no chitar aapi didho..!!
Khandar dikha raha he ki imarat ek mahal tha
bahu saraસ્
વાહ, વાહ, કમાલની ખુબ જ સુદર અને વાસ્તવીક રચના !!!
કબીર સાહેબના શબ્દોમા ” આપ મુએ પીછે ડુબ ગયી દુનિયા “
રાજેશભાઈ,
લુપ્ત થયેલ રાજવીનું આબેહુબ વર્ણન ગમ્યું. આભાર. જોકે એક વાત નક્કર હકીકત છે કે — આવા રાજવીઓનાં રાજસમર્પણને કારણે જ આપણો ” અખંડ ભારત દેશ ” બન્યો છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}