ચીતરું છું – દર્શક આચાર્ય

સમયને હું સમજી ક્ષણો ચીતરું છું,
પછી માછલી જેમ એમાં તરું છું.

બધાં માણસો સાથ ટોળે વળીને,
નગરની વ્યથામાં વધારો કરું છું.

પ્રથમ આંખથી આવકારી તને હું,
પછી બેસવા જાતને પાથરું છું.

તમારા બધાંના દુખોને સમજવા,
હું પીડાને હાથે કરી નોતરું છું.

અમારા વિશેની બધી વાત કરવા,
તને પત્ર બદલે હું વાદળ ધરું છું.


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચાલ્યા – ચંદ્રેશ મકવાણા
પ્રતિબિંબ – સંસ્કૃતિરાણી દેસાઈ Next »   

1 પ્રતિભાવ : ચીતરું છું – દર્શક આચાર્ય

  1. આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.