ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

કોઈ ખેતર, કોઈ મિલકત ના રહી,
ગામમાં જાવાની હિમ્મત ના રહી.

આંસુઓમાં સાવ ભૂંસાઈ ગઈ,
બાપદાદાની વસિયત ના રહી.

છે બધા ફળિયામાં વંડીઓ હવે,
કોઈ મજિયારી મહોબ્બત ના રહી.

ગામ મારું શ્હેરની નબળી નકલ,
ક્યાંયથી પોતાની કિસ્મત ના રહી.

એ જ એનું એ જ છે સઘળું છતાં,
સર્વ બદલાયું, એ બરકત ના રહી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભારતીય સંસ્કૃતિના સર્જકો – દિનકર જોષી, યોગેશ પટેલ
ધુમાડો – રાકેશ હાંસલિયા Next »   

10 પ્રતિભાવો : ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 1. ganpat parmar says:

  વાહ રાજેશભાઈ વાહ . ગામમા ઘર નથિ સિમમા ખેતર નથિ.

 2. Sandhya Bhatt says:

  હંમેશની જેમ બહોત ખૂબ…

 3. Jaimini says:

  Very nice! Aje kai sanjogo avaj 6e

 4. pankaj soni says:

  શુન્ય થતા સંબંધોમા..યાદ અસ્મિઓની રહી….

 5. Kinjal Macwan says:

  ખુબ જ સુંદર .

 6. Dhavalsinh zala says:

  Vah.. Vah..

 7. manoj solanki says:

  Wah…! Adbhut rachna..

 8. Samir Parmar says:

  Beautiful as always!! I am a big fan of you sir. I really like all your creations. Thank you for this.
  Best wishes,
  Samir
  London

 9. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  મિસ્કીન,
  આજકાલ સૌની આજ દશા છે.સૌ આજે પોતાના વતનમાં “અજનબી” થઈ ગયા છે.પોતાના જ માદરે વતનમાં લોકો પૂછે છે — “કોનું કામ છે, ભાઈ ?”
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 10. PRAVIN C. BAROT says:

  વેદનામય ભુતકાળનો સ્પર્શ. અભિનઁદન.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.