[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
કોઈ ખેતર, કોઈ મિલકત ના રહી,
ગામમાં જાવાની હિમ્મત ના રહી.
આંસુઓમાં સાવ ભૂંસાઈ ગઈ,
બાપદાદાની વસિયત ના રહી.
છે બધા ફળિયામાં વંડીઓ હવે,
કોઈ મજિયારી મહોબ્બત ના રહી.
ગામ મારું શ્હેરની નબળી નકલ,
ક્યાંયથી પોતાની કિસ્મત ના રહી.
એ જ એનું એ જ છે સઘળું છતાં,
સર્વ બદલાયું, એ બરકત ના રહી.
10 thoughts on “ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”
વાહ રાજેશભાઈ વાહ . ગામમા ઘર નથિ સિમમા ખેતર નથિ.
હંમેશની જેમ બહોત ખૂબ…
Very nice! Aje kai sanjogo avaj 6e
શુન્ય થતા સંબંધોમા..યાદ અસ્મિઓની રહી….
ખુબ જ સુંદર .
Vah.. Vah..
Wah…! Adbhut rachna..
Beautiful as always!! I am a big fan of you sir. I really like all your creations. Thank you for this.
Best wishes,
Samir
London
મિસ્કીન,
આજકાલ સૌની આજ દશા છે.સૌ આજે પોતાના વતનમાં “અજનબી” થઈ ગયા છે.પોતાના જ માદરે વતનમાં લોકો પૂછે છે — “કોનું કામ છે, ભાઈ ?”
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
વેદનામય ભુતકાળનો સ્પર્શ. અભિનઁદન.