ગઝલ – ભગવતીકુમાર શર્મા
મેં મારા મનને આકરી શિક્ષા કરી હતી;
કારણ કે એણે મોક્ષની ઈચ્છા કરી હતી.
આવો ન આવો આપ; ફરક કંઈ નહીં પડે;
હું પણ ન જાણું તેમ પ્રતીક્ષા કરી હતી.
બોલાયું’તું તો માત્ર તમારું જ નામ ત્યાં;
લોકોએ મારા નામની ચર્ચા કરી હતી.
અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે;
સંભવ નહોતો ત્યાં મેં અપેક્ષા કરી હતી.
ખુશ્બૂ તમારા શ્વાસની ફેલાઈ’તી સભર;
ફૂલોએ માત્ર મ્હોરીને શોભા કરી હતી.
તો પણ મળ્યો નકારમાં ઉત્તર તો શું કરું ?
ઠેકાણું જોઈને જ મેં પૃચ્છા કરી હતી.
દર્શન ન દો તમે તો હું આગ્રહ નહીં કરું;
મેં તો તમારી પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.



Dhanyvad, khub j saras gazal chhe. manavani bahu maja aavi.
અમારા સુરતના ભગવતીભાઇ મારા પ્રિય લેખક, કવિ,…. તેમની આ ગઝલ ઘણી સરસ લાગી…..
ઘણુ જીવો ભગવતીભાઇ….
ઘણુ લખો ભગવતીભાઇ…..
Aavu Saras vanchiye tyare Gujarati hovano Garva thay che.