ગીત – મહેશ શાહ

તમને ફૂલ દીધું’તું ત્યારે હૈયું મારું ધર્યું’તું,
તમે હાથમાં લઈ સૂંઘીને હળવું સ્મિત કર્યું’તું.

સવારના તડકા જેવી કંઈ હૂંફ હોઠ પર લાવી,
તમે કહ્યું કંઈ ધીમે સાદે હળવે ડોક હલાવી,
ઊભાં હતાં ત્યાં જરા ખસી જઈ પગલું એક ભર્યું’તું.

તમે આંખમાં ભરી આગમન મારા સુધી વહ્યાં’તાં,
મને સમેટી લઈ એકલો કશું ન કહી રહ્યાં’તાં,
કહો કશું તો મને થાય કે જીવન ભર્યું ભર્યું’તું.

ફરી મળીશું ક્યારે એનો જવાબ નહોતો પાસે
સુગંધને શરમાવી રમતું ફૂલ તમારા શ્વાસે,
પાંખડીઓમાં મૂકી ટેરવું ચુંબન તમે કર્યું’તું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.