આંખો – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી વજુભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879699501 સંપર્ક કરી શકો છો.]

અરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો,
બુઢાપામાં અરીસો એ જ, ને કરમાય છે આંખો.

પ્રણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા
બિડાયેલી ભલે પાંપણ, છતાં પરખાય છે આંખો.

વિરહમાં દિલ બળે તો, આગ ક્યાં દેખાય છે યારો,
અગન એ, ઠારવા માટે જ, તો છલકાય છે આંખો.

જરા નમણાશ ભાળે ત્યાં, હૃદય ધબકાર ચૂકે છે,
દશા દિલની બરાબર જાણતી, મલકાય છે આંખો.

નજર નજરાઈ જાતા કોણ, ‘સુસ્તી’ રાખશે દિલમાં,
નશો આખીય આલમનો, ભરી ઉભરાય છે આંખો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “આંખો – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’”

Copy Protected by Chetan's WP-Copyprotect.