વાચકોની કૃતિઓ – સંકલિત

[1] ગઝલ – મૌલિક શ્રોત્રિય

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી મૌલિકભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે shrotriyamaulik76@gmail.com અથવા આ નંબર પર +91 9429425595 સંપર્ક કરી શકો છો.]

કોણ મને મારી ભીતર કરતું એક ત૨ફ?
સમજણ જો કે એક તરફ ને‘ હું એક તરફ!

મનખૂણે બે ફાડ પડી છે અવઢવ કેરી,
હું ઊભો છું એક તરફ ને’ તું એક તરફ.

લબલબ થાતું વણજીવેલું ઉરમાં ઝૂરે,
જીવન પણ મબલખ થૈ પાંગરતું એક તરફ.

ક્યાંક કશુંયે સૂજે, જઇ કાગળ પર મથતો,
ઘૂંટાતું એક તરફ અવતરતું એક તરફ.

ઇચ્છાઓના ઝંઝાવાતે ફરફર થાતો,
ને’ સાવ અલૂણું થઇને ઠરતું એક તરફ.
.

[2] ગઝલ – મેહુલ એ. ભટ્ટ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી મેહુલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhattma@aol.in અથવા આ નંબર પર +91 8460049288 સંપર્ક કરી શકો છો.]

થઇ રાખ હું નિજત્વના છેડા લગી ગયો,
છે શૂન્યતા, હું મર્મના છેડા લગી ગયો.

કૈં ખાસ ભેદ હોતો નથી, એક હોય છે,
સામાન્ય ને મહત્વના છેડા લગી ગયો.

ફળની ફિકર તજી કશું ક્યાં થઇ શકે કદી ?
વખતોવખત હું કર્મના છેડા લગી ગયો.

સંદર્ભ હોય તો જ નયન ખ્યાલ આપશે,
બાકી તો ખૂબ દ્રશ્યના છેડા લગી ગયો.

આનંદમાં જ હોય સદા વાસ એમનો,
ઈશ્વર વિષે હું તર્કના છેડા લગી ગયો.

સમજી શક્યો નથી એ નયન-કાવ્ય હું હજી,
છો’ દિલથી ભાવસ્પર્શના છેડા લગી ગયો.

મોતીની ક્યાં કરું, હજી તળ પણ નથી મળ્યું,
‘મેહુલ’ કવનમાં અર્થના છેડા લગી ગયો !
.

[3] ગઝલ – હર્ષા વૈદ્ય

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ હર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hjvaidya60@gmail.com સંપર્ક કરી શકો છો.]

સમયના ચાસ આ ચહેરા ઉપર પડતા રહ્યાં,
અને એની જ મેળે એ મને ઘડતા રહ્યા.

હજારો સારા-નરસાં એ બનાવોના બની સાક્ષી,
કદીક મલક્યા,કદીક હસતાં અને રડતા રહ્યા.

હૃદયના આ ઊંડાણોમાં,રચાઈ છે જે રણભૂમિ,
સિપાઈ સાચના ને જુઠના લડતા રહ્યા.

બનાવ્યા શત્રુને પણ મિત્ર મારી જિંદગાનીમાં,
અનુભવ છે કે મિત્રો જ હરઘડી નડતા રહ્યા.
.

[4] આનંદમય મૌન – આનંદ એમ. બ્રહ્મભટ્ટ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વકીલશ્રી આનંદભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે advocateanandbrahmbhatt@gmail.com અથવા આ નંબર પર +91 9510150001 સંપર્ક કરી શકો છો.]

જે મૌન મુજ ચહેરા પર હતું
તે કાગળ કલમથી આમ જ વિસ્તરતું હતું;

ચાંદનીના ભાગ્યમાંય કાળીમસ રાત્રી હતી
ને અમારે તો સૂર્યતાપે આમ જ બળવાનું હતું;

એમનું હૃદય તો પથ્થરની એક કલાકૃતિ હતી
ને અમારે તો આમ જ એક કૂણુંપર્ણ હતું;

ભરોસામાં ભરમાવવું એ તો અમારે ભાગ્યે જ હતું
ને એમને તો સંગ અમારે આમ જ છળવાનું હતું

કોણ જાણે પરવરદીગારને એ જ મુકરર હતું !
શું ‘આનંદ’ને હરપળ આમ જ મુશ્કુરાવાનું હતું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વાચકોની કૃતિઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.