હું તો બસ ફરવા આવ્યો છું !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ? અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું.
8 thoughts on “બસ, ફરવા આવ્યો છું – નિરંજન ભગત”
હું તો બસ ફરવા આવ્યો છું. – વાહ!
વાહ્.સુપ્રબ્
ગમિ
આ કવિતા જો રાજેન્દ્ર શાહ નિ ‘નિરુદ્દેશે’ સાથે વાન્ચો ત અદ્વિતિય આનન્દ આવશે. વાહ્!
સરસ ખરેખર હુ ફરવા આવ્યો ચ્હુ
મને ખુબ જ ગમતી કવિતા
Farvani nakari maja aavi.
Superb